બ્રેકિંગ ન્યુઝ
VTV / Arun jaitley opts out for Modi cabinet due to health reasons shares his letter
vtvAdmin
Last Updated: 02:07 PM, 29 May 2019
ADVERTISEMENT
મોદી સરકારની નવી કેબિનેટમાં કોન હશે તેને લઇને ઘણી બધી અટકળો ચાલી રહી છે. જ્યારે આજે અરૂણ જેટલીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે તેઓ પોતે સ્વાસ્થ્યને કારણ મંત્રી પદ સ્વીકાર કરવામાં સક્ષમ નથી. જેટલી ઘણા લાંબા સમયથી બીમાર ચાલી રહેલ છે અને કેટલાંક મહીના પહેલા સારવાર માટે અમેરિકા પણ ગયા હતાં.
અરૂણ જેટલી હવે નવી સરકારમાં મંત્રી નહીં બને. આ અંગે ખુદ અરૂણ જેટલીએ નરેન્દ્ર મોદીને પત્ર લખીને જાણ કરી છે. અરૂણ જેટલીએ પોતાની તબિયતનો હવાલો આપીને નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને પોતાને નવી સરકારમાં મંત્રી ના બનાવે તે અંગે વિચાર કરવાની પણ અપીલ કરી છે. અરૂણ જેટલીએ કહ્યું કે, 'છેલ્લાં 18 મહિનાથી મારી તબિયત સારી નથી. જેથી નવી સરકારમાં મને મંત્રી ના બનાવવામાં આવે તેનાં પર વિચાર કરવામાં આવે. જેથી હવે એમ કહી શકાય કે અરૂણ જેટલીએ સરકારમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે. ઉલ્લેખનીય છે કે, અરૂણ જેટલી પોતાની બિમારીને લઈને અગાઉ વિદેશમાં પણ સારવાર લઈ આવ્યાં છે.'
ADVERTISEMENT
I have today written a letter to the Hon’ble Prime Minister, a copy of which I am releasing: pic.twitter.com/8GyVNDcpU7
— Arun Jaitley (@arunjaitley) May 29, 2019
અરૂણ જેટલીએ પત્રમાં લખ્યું કે, 'પાર્ટીમાં રહેતા મને સંગઠન સ્તર પર મોટી જવાબદારી આપવામાં આવી છે, એનડીએની પહેલી સરકારમાં મંત્રી પદ અને વિપક્ષમાં રહેતા પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાનો મોકો મળ્યો. હું આનાથી વધારાની કંઇ વધુ માંગ ના કરી શકું.'
તમને જણાવી દઇએ કે છેલ્લાં ડોઢ વર્ષથી જેટલી ખૂબ જ બીમાર હતાં. તેઓને કિડની સંબંધી પણ ગંભીર બીમારીઓ સાથે જ કેન્સર સામે પણ તેઓ ઝઝૂમી રહ્યાં છે. તેઓનું કિડની પ્રત્યારોપણ પણ કરવામાં આવ્યું છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે, 'છેલ્લાં 18 મહીનાથી હું સ્વાસ્થ્ય સંબંધી અનેક ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યો છું. સ્વાસ્થ્ય સ્થિતિને જોતા હું એવો આગ્રહ કરીશ કે મને કોઇ વધારે જવાબદારી સોંપવામાં ના આવે.'
તમને જણાવી દઇએ કે જેટલીનાં ખરાબ સ્વાસ્થ્યને જોતા એવી અટકળો પહેલેથી જ ચાલી રહી હતી કે આ વખતે મોદી કેબિનેટમાં તેઓ શામેલ નહીં થાય. ફેબ્રુઆરીમાં અંતરિમ બજેટ પણ પીયૂષ ગોયલે જ રજૂ કર્યુ હતું કેમ કે તે સમયે જેટલી સારવાર માટે અમેરિકામાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.