બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / રાજકોટ / Cricket / Arrival of India and Sri Lanka cricket team in Rajkot

ક્રિકેટ / VIDEO: રાજકોટમાં ગરબાના તાલે ભારત-શ્રીલંકાની ટીમનું સ્વાગત, હાર્દિક પંડ્યાને જોતાં જ ચાહકોએ પાડી ચિચિયારી

Dinesh

Last Updated: 06:35 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમનું ભવ્યતીભવ્ય સ્વાગત, હોટલમાં ખેલાડીઓને ફૂલહાર પહેરાવી રાસ-ગરબાના તાલે કરાયું જાજરમાન સ્વાગત

  • રાજકોટમાં ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમનું આગમન
  • હોટલમાં રાસ-ગરબાના તાલે કરાયું ભવ્ય સ્વાગત
  • કેપ્ટન હાર્દિક પંડ્યા હોટલના રૂમ નંબર 803માં રોકાયા 


ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝનો ત્રીજો મેચ રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રમાનાર છે. ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમ રાજકોટ ખાતે આવી ગઈ છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને શ્રીલંકા ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં આવી ગઈ છે જ્યાં તેમનું જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં પર રાસ-ગરબા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. 

હોટલમાં રાસ-ગરબાના તાલે કરાયું ભવ્ય સ્વાગત
ઈન્ડિયન ક્રિકેટ ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે. કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલ ખાતે તેમનું ભવ્ય સ્વાગાત કરવામાં આવ્યું છે. રેડ કાર્પેટ પાથરવમાં આવી હતી અને ત્યાં ખેલાડીઓને ફૂલહાર પહેરાવીને અને રાસ-ગરબા સાથે ભવ્યાતીભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ દરમિયાન ખેલાડીઓના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી છે. ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કેપ્ટન હાર્દિક પંડ્યા હોટલના રૂમ નંબર 803માં રોકાયા છે
ચાઈના અને જાપાનમાં ઘાતક રીતે આગળ વધતા કોરોનાને ધ્યાનમાં રાખી સલામતી ના ભાગ રૂપે હોટેલના તમામ કર્મચારીઓના કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવ્યાં છે. આ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમની અંદર 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જકુસી બાથ, મીટીંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, અને સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેપ્ટન હાર્દિક પંડ્યા હોટલના રૂમ નંબર 803માં રોકાયા છે. જે રૂમ રોયલ રજવાડી થીમ પર સજવામાં આવેલી છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે.

જમવા માટે ખાસ મેનુ તૈયાર કરાયો છે
તો સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ડિનર અને 7 તારીખના રોજ લંચમાં અવનવી વાનગીઓ પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે. આજે ડિનરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખાસ કરીને કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, દહીં તીખારી તેમજ સ્વીટમાં લાઈવ મેસુબ અને અડદિયાનો ગરમાગરમ લચકો પીરસવામાં આવશે. તે સિવાય ઇન્ડિયન મેક્સિકન તેમજ કોન્ટીનેન્ટલ ફૂડ પણ પીરસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે તેમને ખાસ ગુજરાતી ખીચડી કઢી પસંદ છે માટે આ વખતે પણ તેમના માટે ખાસ ખીચડી કઢી તૈયાર કરવામાં આવી છે.  

રાજકોટમાં જોવા મળી રહ્યો છે ક્રિકેટ ફીવર 
રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. હોટેલ બહાર તેમજ રસ્તા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને સ્વાગત માટે લોકોની ભીડ જોવા મળી હતી તેમજ કટઆઉટસ અને વેલકમ બેનર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી કુલ 9 મેચ રમાઇ ચુક્યા છે જેમાં 2 ટેસ્ટ, 4 ટી-20 અને 3 વનડે મેચનો સમાવેશ થાય છે ત્યારે આગામી શનિવારના રોજ 10 મોં આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટમાં યોજાતા રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ