બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / army rescued 2 youth trapped in chenab

VIDEO / ગાંડીતૂર ચેનાબ નદીમાં JCB પર ફસાયા યુવકો, સેનાનું દિલધડક રેસ્ક્યૂ જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

Pravin

Last Updated: 04:29 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેનાના  અદમ્ય સાહસના કિસ્સા તો આપે જોયા જ હશે. પછી તોફાન હોય કે પુરની સ્થિતિ. કોઈ પણ પ્રાકૃતિક અથવા માનવીય ત્રાસ્દીમાં સેનાના જવાનો પોતાના જીવની પણ પરવાહ કર્યા વિના તૈયાર થઈ જતાં હોય છે.

  • સેનાના જવાનોનું સાહસિક અભિયાન
  • નદી પાર કરવા જતાં બે યુવકો ચેનાબ નદીમાં ફસાયા
  • જવાનોએ જીવની પરવા કર્યા વિના બંનેને બચાવી લીધા

ભારતીય સેનાના  અદમ્ય સાહસના કિસ્સા તો આપે જોયા જ હશે. પછી તોફાન હોય કે પુરની સ્થિતિ. કોઈ પણ પ્રાકૃતિક અથવા માનવીય ત્રાસ્દીમાં સેનાના જવાનો પોતાના જીવની પણ પરવાહ કર્યા વિના તૈયાર થઈ જતાં હોય છે. આવી જ એક સાહસિક ઘટના સેનાના જવાનોએ જમ્મુ કાશ્મીરમાં પોલીસ સાથે મળીને બે યુવકોના જીવ બચાવ્યા છે. આ યુવક કિશ્તવાડ જિલ્લામાં ચેનાબ નદીની ધારમાં ફસાયેલા હતા. લગભગ પાંચ કલાક સુધી ચાલેલા આ રેસ્ક્યુ અભિયાન દરમિયાન જવાનોએ પોતાના જીવની ચિંતા કર્યા વિના બંને યુવકોને સુરક્ષિત બચાવ્યા હતા. 

આપને જણાવી દઈએ કે, સુનીલ અને બબલૂ નામના બે યુવક શનિવારે મોડી સાંજે કિશ્તવાડમાં પદ્દાર વિસ્તારમાં શોલ ગામની ચેનાબ નદીને પાર કરવા માટે નિકળ્યા હતા. આ બંને એક જેસીબીમાં બેઠેલા હતા અને નદીની સામે તરફ જવાની કોશિશ કરી રહ્યા હતા. પણ આ દરમિયાન ચેનાબ નદીનું પાણીમાં તોફાન આવ્યું અને જળસ્તર વધવા લાગ્યું. બંને યુવકો તેજ ધારમાં ફસાઈ ગયા હતા. 

આ ઘટનાની જાણ પોલીસ સુધી પહોંચી. યુવકોને કાઢવામાં નિષ્ફળ રહેલી પોલીસે સેનાની મદદ લેવાનો નિર્ણય કર્યો. પ્રશાસન દ્વારા સેનાના 17 રાષ્ટ્રીય રાઈફલ્સને સૂચના આપવામાં આવી. ત્યાર બાદ સૈનિકોએ પોલીસની સાથે મળીને બચાવ અભિયાન ચલાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર પાણીનું સ્તર વધવા અને તેજ વહેણના કારણે બચાવ અભિયાનમાં ભારે અડચણ આવી હતી. પાણી એટલું વધી ગયું હતું કે, જેસીબી પર ચડીને બંને યુવકોએ નદી પાર કરવાની કોશિશ કરી રહ્યા હતા. તે પણ લગભગ પાણીમાં ડૂબવા લાગ્યું હતું. બંનેએ જેસીબી પર ચડીને જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ