અર્જુન તેંડુલકર આ દિવસોમાં ઇંગ્લેન્ડમાં છે, તાજેતરમાં જ તેણે કેટલીક તસવીરો પણ શેર કરી હતી. ત્યારે તેની લંચ કરતી ફોટો આવી છે, જેને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વ્યાટ શેર કરી છે.
ટેસ્ટ, ટી-20 અને વન ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડમાં
આ સાથે અર્જુન તેંદુલકર પણ ઈંગ્લેન્ડમાં જોવા મળ્યો
ઈંગ્લેન્ડની મહિલા ટીમની ક્રિકેટર ડેનિયલ વ્યાટ સાથે અર્જુનના ફોટા વાયરલ
ટીમ ઈન્ડિયા છે ઈંગ્લેન્ડમાં
ટીમ ઈન્ડિયા આજકાલ ઈંગ્લેન્ડમાં છે, જ્યાં ટેસ્ટ, ટી-20 અને વન ડે સિરીઝ રમવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ દિવસોમાં ખેલાડીઓ ઉપરાંત અન્ય ઘણા સ્ટાર્સ પણ ઇંગ્લેન્ડ પહોંચ્યા છે, તેમાંથી એક છે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર.
લંચની મજા માણી
અર્જુન તેંડુલકર થોડા દિવસો પહેલા જ ઇંગ્લેન્ડ પહોંચ્યો છે, આ દરમિયાન તેની એક તસવીર સામે આવી છે જે ઘણી હેડલાઇન્સ બની રહી છે. ઈંગ્લેન્ડની મહિલા ટીમની ક્રિકેટર ડેનિયલ વ્યાટ તેના ઈન્સ્ટાગ્રામ પર અર્જુન તેંડુલકરની તસવીર શેયર કરી હતી. અર્જુન તેંડુલકર અહીં ડેનિયલ વ્યાટ સાથે લંચની મજા માણી રહ્યો છે. ડેનિયલ વ્યાટ અને અર્જુન તેંડુલકરે લંડનની સોહો રેસ્ટોરન્ટમાં લંચ લીધું હતું, જેની તસવીર વાયરલ થઇ રહી છે.
ડેનિયલ વ્યાટની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
બંને સારા મિત્રો છે
તમને જણાવી દઇએ કે અર્જુન અને ડેનિયલ વ્યાટ સારા મિત્રો છે, અર્જુન જ્યારે પણ ઇંગ્લેન્ડમાં હોય છે ત્યારે બંને અવારનવાર મળે છે. આ પહેલા પણ બંનેની તસવીરો સામે આવી ચૂકી છે.
અર્જુન ipl માં મુંબઈ માટે રમે છે
અર્જુન તેંડુલકર તાજેતરમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઇ ઇન્ડિયન્સ સાથે હતો. મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન તેંડુલકરને 30 લાખ રૂપિયામાં સામેલ કર્યો હતો, જોકે તેને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નહતી. ક્યારેક તો એવું લાગતું હતું કે કદાચ તેનું ડેબ્યૂ હશે, પરંતુ અર્જુનની રાહ વધતી જ ગઈ.
ટી-20 મેચમાં લગભગ 2,000 રન ડેનિયલના નામે
સાથે જ જો આપણે ડેનિયલ વ્યાટની વાત કરીએ તો 31 વર્ષની આ મહિલા ઇંગ્લેન્ડની મોટી સ્ટાર ક્રિકેટર છે. ડેનિયલ વ્યાટ ઇંગ્લેન્ડ તરફથી 93 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેના નામે લગભગ 1500 રન અને 27 વિકેટ છે. જ્યારે 124 ટી-20 મેચોમાં લગભગ 2,000 રન અને 46 વિકેટ ડેનિયલના નામે છે. ડેનિયલ વ્યાટ પણ તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં ઇંગ્લેન્ડ-એ ટીમનો ભાગ હતી, તેણે અહીં માત્ર 8 રન બનાવ્યા હતા.