બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / apple starts production of iphone 13 in india

મેડ ઇન ઇન્ડિયા / iPhone નાં ચાહકો માટે સારા સમાચાર, હવે ભારતમાં આ ફોન વેચવાનું શરૂ કરશે Apple

Khevna

Last Updated: 09:52 AM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

APPLEએ ભારતમાં આઈફોન 13નું નિર્માણ શરુ કરી દીધું છે. હાલ ઈમ્પોર્ટ ઘટાડવા પર કંપની ફોકસ કરી રહી છે. જાણો વિગતવાર

  • ભારતમાં વહેંચાશે મેડ ઇન ઇન્ડિયા આઈફોન 13 
  • ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં મોટી સફળતા
  • ઈમ્પોર્ટ ઘટાડવા પર કંપનીનું ફોકસ 

ભારતમાં વહેંચાશે મેડ ઇન ઇન્ડિયા આઈફોન 13 

APPLEએ ભારતમાં આઈફોન 13નું નિર્માણ શરુ કરી દીધું છે. ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આ મોટી સફળતા છે. કંપની આઈફોન 13ને APPLEનાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર ફોક્સ્કોનનાં ચેન્નાઈ પાસે સ્થિત સંયંત્રમાં બનાવવામાં આવે છે. APPLEએ 2017માં આઈફોન એસઈ સાથે ભારતમાં આઈફોનનું નિર્માણ શરુ કર્યું હતું. કંપની આ સમયે ભારતમાં આઈફોન 11, આઈફોન 12 અને આઈફોન 13 સહીત પોતાના અમુક સૌથી સફળ આઈફોન બનાવે છે. આઈફોન 13 લેટેસ્ટ 5જી, એ15 બાયોનિક ચિપ, લાંબી બેટરીની ઉંમર અને શાનદાર ડિઝાઈન સાથે આવે છે. 

હાલમાં ભારતમાં આઈફોનનાં કોઈપણ મોડેલનાં પ્રો વર્ઝન બનાવવામાં આવી રહ્યા નથી. ભારતમાં બનવાવાળા આઈફોન 13 ભારતની સાથે સાથે આસપાસની બજારોમાં પણ મોકલવામાં આવશે. આઈફોન 13ને ભારતમાં સપ્ટેમ્બર 2021માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આઈફોન 12 લોન્ચનાં લગભગ આઠ મહિના બાદ ભારતમાં આના મેન્યુફેક્ચરિંગની શરૂઆત થઇ હતી. 

ઈમ્પોર્ટ ઘટાડવા પર કંપનીનું ફોકસ 
APPLE ભારતમાં પોતાના મેન્યુફેક્ચરિંગ યૂનિટને મજબૂત કરવાની દિશામાં કામ કરી રહી છે. તે ઓછામાં ઓછું ઈમ્પોર્ટ કરવા માંગે છે, કેમકે તેના પર ખૂબ જ ટેક્સ લાગે છે. APPLEની યોજના ભારતમાં આઈફોનની ઉપલબ્ધિને વધારવાની છે. લોકલ મેન્યુફેક્ચરિંગ થવાથી કંપનીનું પ્રોફિટ વધશે, કેમકે તે તેને કોઈપણ ભોગે સસ્તી કિંમતનાં નહી વહેંચે. 

ફેસ્ટિવ સીઝનમાં રહે છે બંપર ડિમાંડ 
ભારત આઈફોનની મોટી બજાર છે અને તેમાં ઝડપથી ઉછાળ આવી રહ્યો છે. ખાસકરીને ફેસ્ટિવ સીઝનમાં તેની ડિમાંડ ઘણી વધી જાય છે. ફેસ્ટિવ સીઝનમાં જ્યારે APPLEનાં ફોનને થર્ડ પાર્ટી વેબસાઈટ જેમકે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ભારે ડિસ્કાઉન્ટ સાથે વહેંચવામાં આવે છે. તે સમયે તેની માંગણી વધારે રહે છે. આવામાં સપ્લાયની સમસ્યાને ઘટાડવા માટે કંપનીએ ભારતમાં મેન્યુફેક્ચરિંગ વધારવા પર ભાર મુક્યો છે. 

માર્કેટ શેરમાં ઉછાળ 
વર્ષ 2021માં APPLEનાં ભારતી બજારમાં મોટો ઉછાળ જોવા મળ્યો હતો. APPLEનાં શિપમેન્ટમાં ગયા વર્ષે 105 ટકાનો ઉછાળ નોંધાયો હતો. ગયા વર્ષે કુલ 50 યૂનિટનું શિપિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય સ્માર્ટફોન બજારમાં APPLEની ભાગીદારી 4 ટકા છે. બજારનાં જાણકારોનું કહેવું છે કે આઈફોન 12 અને આઈફોન 13નાં લોકલ મેન્યુફેક્ચરિંગથી કંપનીને ફાયદો થશે અને તેના માર્કેટ શેર વધશે. 

સપ્ટેમ્બર 2020માં ખોલ્યો હતો પોતાનો પહેલો સ્ટોર 
APLLEએ સપ્ટેમ્બર 2020માં પોતાનો ઓનલાઈન સ્ટોર શરુ કર્યો હતો અને કંપનીએ દેશમાં કારોબારનાં વિસ્તાર માટે પોતાની પ્રતિબદ્ધતા જતાવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ