બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Apple iphone export to double this year 2023 boost plan of Narendra Modi

iphone export / ચીનને જોરદાર ઝટકો આપવાની તૈયારીમાં ભારત, iPhone ની નિકાસને લઈને મળી શકે છે ગુડ ન્યૂઝ

Published By: Vaidehi

Last Updated: 04:59 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત માર્ચ 2023 સુધી 12 મહિનામાં ભારતથી 2.5 અરબ ડૉલર એટલે કે આશરે 20,000 કરોડ રૂપિયાના iPhone એક્સપોર્ટ કરી ચીનને મોટો પડકાર આપી શકે તેવા અનુમાન છે.

  • ભારત આપશે ચીનને પડકાર
  • ચીનથી વધુ iphone નિકાસ કરવાનો ધ્યેય
  • 2023 સુધીમાં iphoneનો નિકાસ વધારશે ભારત

આઇફોન( iPhone) મેન્યુફેક્ચરીંગના મુદે્ ચીનનો દબદબો જોવા મળે છે ત્ચારે ભારતે ચીનને પડકાર આપવાનું શરૂ કરી દીધું છે અને એ દિવસ પણ દૂર નથી કે જ્યારે મેડ-ઇન - ઇન્ડિયા આઇફોન  સમગ્ર દુનિયાને જોવા મળશે. આંકડાઓ તરફ નજર ફેરવીએ તો વર્તમાન નાણાકિય વર્ષ 2022-23ના 5 મહિના એટલે કે એપ્રિલથી ઑગસ્ટ વચ્ચે ભારતે એક અબજ ડૉલરથી પણ વધુના એપલ આઇફોનનો એક્સપોર્ટ (નિકાસ) કર્યો છે. આ ઉપલબ્ધિની સાથે જ ઇલેક્ટ્રોનિક્સ મૈન્યુફેક્ચરિંગમાં પણ ભારત એક મજબૂતીથી સામે આવ્યો છે.

ભારતમાં તૈયાર થયેલ આઇફોન યૂરોપિયન અને ખાડીના દેશો એટલે કે middle east માં મોકલાયા છે. અને એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે માર્ચ 2023 સુધી 12 મહિનામાં ભારતથી 2.5 અરબ ડૉલર એટલે કે આશરે 20,000 કરોડ રૂપિયાના આઇફોન એક્યપોર્ટ થશે તેવો અનુમાન લગાવામાં આવી રહ્યો છે.

ભારત આપશે ચીનને માત
દુનિયામાં જેટલા આઇફોન તૈયાર થાય છે તેમાં ભારતનું યોગદાન ઓછું છે પણ આઇફોનનાં એક્સપોર્ટમાં વધારો કરવાનો અને ચીન બાદ ભારત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં મોટા વિકલ્પ તરીકે દુનિયા વચ્ચે મુકશે. હાલમાં સૌથી વધુ આઇફોન ચીનમાં તૈયાર થાય છે. જોકે એપલ ચીન-અમેરિકા ઘર્ષણો અને ચીનમાં વારંવાર લાગતાં લોકડાઉનને લીધે બીજા દેશોમાં મૈન્યુફેક્ચરિંગને પ્રોત્સાહિત કરી રહ્યું છે.

ભારતમાં આ કંપનીઓ તૈયાર કરે છે iPhone
ભારતમાં એપલની તાઇવાન બેસ્ડ કોન્ટ્રેક્ટર્સ, ફોક્સકોન ટેકનોલોજી ગ્રુપ અને વિસ્ટ્રોન કોર્પ અને પેગાટ્રોન ગ્રુપ દક્ષિણ ભારતમાં આઇફોન તૈયાર કરે છે. ભારતમાં એપ્રિલ-ઑગસ્ટની વચ્ચે iphone 13, iphone 12, iphone 11 એક્સપોર્ટ કર્યાં છે અને ટૂંક સમયમાં જ  iphone 14 નો પણ નિકાસ શરૂ થઇ જશે. ચીનમાં એપલે ઘણું રોકાણ કરેલું છે. એક રિપોર્ટ અનુસાર એપલનાં 10% પ્રોડક્શન કેપેસિટીને ચીનથી બહાર લઇ જવામાં 8 વર્ષ લાગી જશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

China India apple iphone આઇફોન નિકાસ ભારત business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ