બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Apple iPhone 11 iPad Watch Apple TV Plus launch Event

ઇવેન્ટ / Appleએ લોન્ચ કર્યા iPhone 11, 11 Pro, 11 Pro Max, જાણો શું છે કિંમત?

Hiren

Last Updated: 12:06 PM, 11 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી ટેક્નોલોજી કંપની એપ્પલનું આજે સ્પેશિયલ ઇવેન્ટ યોજાઇ. આ ઇવેન્ટનું આયોજન અમેરિકાના કૂપર્ટિનો સ્થિત કંપનીના હેડક્વૉર્ટરમાં કરવામાં આવી રહ્યું છે. ગત વખતની જેમ આ વખતે પણ Steve Jobs Theatreમાં ઇવેન્ટ થઇ રહી છે. Apple CEO Tim Coom કીનોટ સ્પીચ આપી હતી.

ટેક્નૉલોજી સેક્ટરની દિગ્ગજ કંપની એપલ (Apple) નું લોન્ચિંગ ઇવેન્ટ યોજાઇ. એપલે અત્યાર સુધીમાં iPhone 11, Series 5 Watch, Apple Arcade, Apple TV Plus અને નવા iPad લોન્ચ કર્યા છે. Series 5 વૉચની સ્ટાર્ટિંગ પ્રાઇઝ 399 ડૉલર (અંદાજિત 28,700 રૂપિયા) છે.

iPhone 11, iPhone 11 Pro, iPhone Pro Max લોન્ચ

Apple ત્રણ ફોન લોન્ચ કર્યા છે. iPhone 11 Pro Maxમાં સૌથી મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં Super Retina XDR ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીએ હંમેશાની જેમ આ વખતે પણ કહ્યું છે કે અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ આઇફોન લોન્ચ કરવામાં આવી રહ્યો છે. iOS 13 ફોટો એડિટિંગ ફીચર આપવામાં આવ્યું છે.

iPhone 11 સીરીઝ ભાવ 699 ડૉલરથી શરૂ

- iPhone 11ના ભાવ 699 ડૉલરથી શરૂ
- iPhone 11 Proના ભાવ 999 ડૉલરથી શરૂ
- iPhone 11 Pro Maxના ભાવ 1099 ડૉલરથી શરૂ

iPhone 11 Proમાં ટ્રિપલ રિયર કેમરા આપવામાં આવ્યા છે

કેમેરામાં આ વખતે કંપનીએ ઘણું કામ કર્યું છે. વધુ ટાઇમ કંપનીએ કેમેરા વીશે જણાવતા લગાવ્યો છે. iPhone 11 Proના બોક્સમાં 18wનું ફાસ્ટ ચાર્જ આપવામાં આવ્યું છે.

iPhone 11માં 2 રિયર કેમેરા

- iPhone 11માં રિયરમાં 2 કેમેરા હશે. iPhone 11ના બેકમાં 12-12 મેગાપિક્સલના કેમેરા હશે.
- iPhone 11માં 6.1 ઇંચની લિક્વિડ રેટિના ડિસ્પ્લે હશે.
- iPhone 11માં 12 મેગાપિક્સલનું ટ્રૂડેફ્થ વાઇડર સેન્સર આપવામાં આવ્યું છે.

અંદાજિત 500 હજાર હશે iPhone 11ની સ્ટાર્ટિંગ ભાવ

- iPhone 11ના શરૂઆતના ભાવ 699 ડૉલર (અંદાજિત 50,230 રૂપિયા) છે.
- iPhone 11માં વાયરલેસ ચાર્જિંગ મળશે. આ 2 મીટર સુધી વૉટર રેજિસ્ટેંટ હશે. જેમાં તેજ ફેસ અનલૉક હશે અને આ Wi-Fi 6નો સપૉર્ટ કરશે.
- iPhone 11 Pro અને iPhone 11 Pro Max લોન્ચ.
- iPhone 11 Proમાં 5.8 ઇંચની ડિસ્પ્લે હશે. ત્યારે, iPhone Pro Maxમાં 6.5 ઇંચની ડિસ્પ્લે હશે.
- iPhone 11 Pro અને iPhone 11 Pro Max મિડનાઇટ ગ્રીન, સ્પેસ ગ્રે, સિલ્વર/વ્હાઇટ અને ગોલ્ડ કલરમાં મળશે.
- iPhone 11માં પહેલાથી ફાસ્ટ Face ID
- iPhone 11માં iPhone XRથી 1 કલાકથી વધુ બેટરી બેકઅપ મળશે.
- iPhone 11માં GPU પરફૉર્મેંસ
- iPhone 11માં આપવામાં આવ્યું છે A13 Bionic Chip

નવા iPadના નવા ભાવ 329 ડૉલર

10.2 ઇંચવાળા iPadમાં રેટિના ડિસ્પ્લે અને A10 ફ્યૂજન ચિપસેટ આપવામાં આવી છે. આ નવા iPadની કિંમત 329 ડૉલર (અંદાજિત 23,600 રૂપિયા) છે, આ નવા iPadOSથી પાવર્ડ હશે. એજુકેશન કસ્ટમર્સ માટે આ iPadના ભાવ 299 ડૉલર હશે.

- એપલ હવે Watch Series 5 લોન્ચ કરવા જઇ રહી છે.
- નવી એપલ વૉચમાં બિલ્ટ-ઇન કંપસ હશે.
- નવી સીરીઝ 5 વૉચ ઑલવેજ-ઑન રેટિના ડિસ્પ્લેની સાથે આવશે.
- એપલનો દાવો છે કે સીરીઝ 5 વૉચની બેટર લાઇફ 18 કલાક હશે.

5 ડૉલર મહિને Apple TV Plus સબ્સક્રિપ્શન

Apple TV Plusનું સબ્સક્રિપ્શન 5 ડૉલર મહિને થશે. આ 100થી વધુ દેશમાં ઉપલબ્ધ હશે. જે યૂઝર્સ એપલ કમ્પ્યૂટિંગ ડિવાઇઝ ખરીદશે, તેમને એક વર્ષનું એપલ TV Plus સબ્સક્રિપ્શન આપવામાં આવશે.

19 સપ્ટેમ્બરે આવી રહ્યું છે Apple Arcade

Apple Arcade 19 સપ્ટેમ્બરે આવશે. 150થી વધુ દેશોમાં 100થી વધુ નવી ગેમ્સ આવી રહી છે. એક મહિનાના ટ્રાયલ સાથે ફેમિલી સબ્સક્રિપ્શન 5 ડૉલર/મહિને હશે.

સંકળાયેલા મુદ્દાઓ

Apple TV Plus Apple iPad apple iphone 11 આઇફોન એપ્પલ Event
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ