બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Anupam Kher will play this role in the film 'Emergency', Kangana shared the first look

Film Emergency / ફિલ્મ 'ઇમરજન્સી' માં અનુપમ ખેર નિભાવશે આ કિરદાર, કંગનાએ શેર કર્યો First Look

Megha

Last Updated: 04:24 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગનાએ અનુમપ ખેરનો લુક રિવિલ કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, 'અંધારું છે તો અંજવાળું છે, ઇન્દિરા છે તો જયપ્રકાશ છે..'

  • ફિલ્મ 'ઇમરજન્સી' માં કંગના ઇન્દિરા ગાંધીનો રોલ નિભાવતી નજર આવશે
  • ફિલ્મ 'ઇમરજન્સી' માં ક્રાંતિકારી નેતા જયપ્રકાશ નારાયણનો રોલ અનુપમ ખેર નિભાવશે 

કંગના રનૌત પડદા પર અલગ અલગ કિરદાર નિભાવી ચૂકી છે અને હવે તેની આવનારી ફિલ્મ 'ઇમરજન્સી' માં તે દેશની પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ઇન્દિરા ગાંધીનો રોલ નિભાવતી નજર આવશે. હાલમાં જ ફિલ્મના ફર્સ્ટ લુકમાં કંગનાના લુકે બધાને હેરાન કરી દીધા હતા, ફિલ્મના બહાર પડેલ ફર્સ્ટ લુકમાં કંગના હૂબહૂ ઇન્દિરા ગાંધી જેવી લાગી રહી હતી. 

એવામાં હાલ કંગનાએ તેની આવનારી ફિલ્મમાં બીજા એક કિરદારનું લુક બહાર પાડ્યો છે. ફિલ્મ ઇમરજન્સીમાં ક્રાંતિકારી નેતા જયપ્રકાશ નારાયણનો રોલ અનુપમ ખેર નિભાવવા જઈ રહ્યા છે. હાલ એમનો લુક રિવિલ કરવામાં આવ્યો છે. અનુપમ ખેર ફિલ્મમાં દિવંગત રાજનેતા જયપ્રકાશ નારાયણની ભૂમિકામાં જોવા મળશે.

કંગનાએ અનુમપ ખેરનો લુક રિવિલ કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, 'અંધારું છે તો અંજવાળું છે, ઇન્દિરા છે તો જયપ્રકાશ છે..' કંગનાની આ પોસ્ટ પર અનુપમ ખેરે પણ કોમેન્ટ કરી છે કે, 'મને જયપ્રકાશ નારાયણનો રોલ ઓફર કરવા માટે ધન્યવાદ.' સાથે જ અનુપમ ખેરે પણ તેના સોશ્યલ મીડિયામાં એમના ઇમરજન્સી ફિલ્મના લુકનું પોસ્ટર શેર કર્યું છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ' કંગના રનૌત સ્ટાટર અને ડિરેક્ટ કરેલ ફિલ્મ ઇમરજન્સી માં હું જય પ્રકાશ, જે નીડર બનીને સવાલ કરતાં હતા. એમની ભૂમિકા ભજવીને હું ખૂબ ખુશ છું, ખુદ પર ગર્વ મહેસુસ કરું છું. આ મારી 527મી ફિલ્મ છે. જય હો.' 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

તમને જણાવી દઈએ કે કંગનાની આ ફિલ 'ઇમરજન્સી' માં ઇન્દિરા ગાંધીના શાસન દરમિયાન ' આપતકાલ' ને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો હતો એ વિશે દર્શાવવામાં આવશે. ઇન્દિરા ગાંધીના આ નિર્ણયનો ઘણો વિરોધ થયો હતો અને એમનો આ નિર્ણય અત્યાર સુધીના સૌથી વિવાદિત નિર્ણયોમાંથી એક છે. 1971માં જ્યારે ચૂંટણી સમયે સરકારી મશીનરીનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો ત્યારે ઇલહાબાદ હાઇકોર્ટે વર્ષ 1975ના લોકસભા ચૂંટણીને રદ કરી હતી અને 6 વર્ષ સુધી બેન લગાવી દેવામાં આવ્યો હતો એ સમયે વિપક્ષે મોકાનો ફાયદો ઉઠાવીને રાજીનામાની માંગ કરી હતી અને એ સમયે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સીનું એલાન કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ