બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / વડોદરા / Another scam in Vadodara Corporation, former members

કૌભાંડ / વડોદરા કોર્પોરેશનમાં વધુ એક કૌભાંડ, પૂર્વ સભ્યોએ શિક્ષણ સમિતિના કર્મચારીઓને કાયમી કરવા પડાવ્યા લાખો રૂપિયા

Kiran

Last Updated: 11:34 AM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા કોર્પોરેશનમાં વધુ એક કૌભાંડ, શિક્ષણ સમિતિના સભ્યોને કાયમી કરવા માટે વચેટીયાઓ મારફતે પડાવ્યા લાખો રૂપિયા, મેયરે ટકોર કરતા મામલો સામે આવ્યો

  • વડોદરા કોર્પોરેશનમાં વધુ એક કૌભાંડ
  • શિક્ષણ સમિતિના કર્મીઓને કાયમી કરવાનું કૌભાંડ
  • પૂર્વ સભ્યએ રૂ.29 લાખનું ઉઘરાણું કર્યું

વડોદરામાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે કૌર્પોરેેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, અગાઉ આવાસના મકાનોની ફાળવણીમાં કૌભાંડ સામે આવ્યું છે જે બાદ હવે શિક્ષણ સમિતિના સભ્યોને કાયમી કરવા માટે વચેટીયાઓ મારફતે લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે પરતું મેયરે રૂપિયા લીધા હોય તો પરત કરવા જેવી ટકોર કરતા સમગ્ર કૌભાડનો પર્દાફાશ થયો હતો. 

વડોદરા કોર્પોરેશનમાં વધુ એક કૌભાંડ

વડોદારમાં એક બાદ એક કૌભાંડનો સામે આવી રહ્યા છે. આવાસ યોજનાના કૌભાંડ બાદ કોર્પોરેશનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં શિક્ષણ સમિતિના કર્મચારીઓને કાયમી કરવા માટે પૂર્વ સભ્યોએ 29 લાખ પડાવ્યા હોવાનું મનાઈ રહ્યું છે. સમગ્ર કૌભાંડ સામે આવતા કર્મચારીઓને કાયમી કરવા ઉઘરાવવામાં આવેલા પૈસાને પતર કર્યા હતા. કૌભાંડ ખુલતા જ પૂર્વ સભ્યોએ નાણાં પરત કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.   


કોર્પોરેશનમાં આવાસ ફાળવણીમાં પણ કૌભાંડ 

તાજેતરમાં ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણીનો ડ્રો કરવામાં આવ્યો હતો તે બાદ કોર્પોરેશનની વેબસાઇટ પર પ્રથમ યાદી જાહેર કરવામાં આવી જેમાં 42 નામો બદલી નાખી ગોટાળા કરવામાં આવ્યા હતા જે અંગે કોર્પોરેશનના સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા અને પીઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


પૂર્વ સભ્યએ રૂ.29 લાખનું ઉઘરાણું કર્યું

આમે એક બાદ એક કૌભાંડ સામે આવતા કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે મહત્વનું છે કે શિક્ષણ સમિતિના કર્મચારીઓને કાયમી કરવા માટે પૂર્વ સભ્યોએ 29 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા 104 કર્મચારીઓના ખાતામાં પૂર્વ સભ્યોએ 16 લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા.

પૂર્વ સભ્યોએ વચેટીયા મારફેતે ​નાણા પડાવ્યા

સમગ્ર મામલે કર્મચારી સંઘના પ્રમુખે આરોપ લગાવતા કહ્યું હતું કે કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્ત મેયર પાસે પહોંચી ત્યારે મેયરે નાણાં લીધા હોય તો પરત કરવાની ટકોર કરતા સમગ્ર મામલે સામે આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે ગત બોર્ડના એક સભ્યએ વચેટીયા મારફેતે કર્મચારીઓને કાયમી કરવા નાણાં પડવ્યા હોવાની શંકા સેવવામાં આવી છે, જે મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ