બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Another notice from Bharatsinh Solanki's wife Reshma, this serious allegation

વિવાદ / ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માની વધુ એક નોટિસ, આ ગંભીર આરોપ લગાવતા ખળભળાટ

Kiran

Last Updated: 08:10 PM, 7 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરત સોલંકીના પત્ની રેશ્મા પટેલે વધુ એક જાહેર નોટીસ પાઠવી કહ્યું મારો પણ મિલકતમાં ભાગ છે

  • ભરતસિંહ અને પત્ની રેશ્માબેનનો વિવાદ
  • ભરતસિંહના પત્નીની વધુ એક જાહેર નોટીસ
  • મિલકતમાં પોતાનો ભાગ હોવાની નોટીસ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો વિવાદ જગ જાહેર બન્યો છે. ત્યારે ભરત સોલંકીના પત્ની રેશ્મા પટેલે વધુ એક જાહેર નોટીસ પાઠવી છે.  આ નોટીસમાં તેમણે ભરતસિંહ સોલંકીની મિલકતમાં પોતાનો ભાગ હોવાનું જણાવ્યું છે અને પોતાના ભાગ હોવાથી કોઈએ મિલકત ન ખરીદવાની અપીલ કરી છે. 

ભરતસિંહના પત્નીની વધુ એક જાહેર નોટીસ

એટલું જ નહીં ભરતસિંહ સોલંકીએ મનીષા અને અન્યના ખાતામાં 3 લાખ ડોલર જણા કરાવ્યાનો આક્ષેપ કર્યો છે. જાહેર નોટીસમાં ઉલ્લાખ કરાયો છે કે ભરત સોલંકીએ તેમને ઘરમાંથી કાઢી મુકતા તેઓ અમેરિકા જતાં રહ્યા છે. તમામ લોકો નાણા પરત કરે તેવી અપીલ પણ જાહેર નોટીસમાં કરવામાં આવી છે. 


મિલકતમાં પોતાનો ભાગ હોવાની નોટીસ

મહત્વનું છે કે રેશ્માબન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મેં તેમની ખુબ સેવા કરી છે. જે બાદ તેમને પુન:જીવન આપ્યું છે પરતું સાજા થયા બાદ તેઓએ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન  પટેલે આક્ષેપ લગાવ્યો હતો.

કોઈએ મિલકત ન ખરીદવાની કરી અપીલ 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મુકી છે અને મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે. ભરતસિંહ સોલંકીના પત્નીએ મિલકતમાં ભાગ હોવાની જાહેર નોટીસ મોકલતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેનો વિવાદ ફરી ચર્ચાનો વિષય બન્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ