બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / Another 4 days of unseasonal rain forecast in the state

હવામાન / ગુજરાતમાં ફરી 4 દિવસ વરસાદની આગાહી: ખાસ તારીખો નોંધી લેજો, ખેડૂતો થયા નિરાશ

Dinesh

Last Updated: 03:41 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rainfall forecast: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે, આ નવી આગાહી ફરી ખેડૂતો માટે નિરાશાજનક છે.

  • મે મહિનામાં માવઠાનો માર
  • ખેડૂતો માટે ફરી માઠા સમાચાર
  • રાજ્યમાં 4 દિવસ કમોસમી વરસાદની આગાહી


રાજ્યભરમાં અત્યારે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ ચાર દિવસ રાજ્યભરમાં કમોસમી વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

આ વિસ્તારમાં કમોસમી કમઠાણની શક્યતા
રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ફરી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ તેમજ અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં વરસાદની આગાહી: રાજકોટ,અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં  ક્યાં પડશે વરસાદ | Rain forecast in Gujarat rain from Rajkot Amreli Diu to  Banaskantha

ચાર દિવસ વરસાદની આગાહી 
4 મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 5 મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, જામનગરમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે 6 મેના રોજ વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ અને અમરેલી, ભાવનગર અને રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે.

ભર શિયાળે આ પાંચ રાજ્યોમાં વરસાદની આગાહી, ધુમ્મસને લઈને પણ IMDનું એલર્ટ I  imd rainfall alert weather update today 1 december forecast

ફરી એક વાર ગુજરાતમાં માવઠું ખેડૂતોનો પાક બગાડશે
ખાનગી હવામાન વિશેષજ્ઞોના મતે આગામી દિવસોમાં બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. 10-11 મેના દિવસોમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. જે 18 સુધીમાં પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. 8 જૂનથી બંગાળના ઉપસાગરમાં પવનોની અદલાબદી થવાની શક્યતા રહે છે. ફરી એક વાર ગુજરાતમાં માવઠું ખેડૂતોનો પાક બગાડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ