બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / another 1 lakh covid deaths by december in us says fauci

આશંકા / આગામી 4 મહિનામાં કોરોના જબરો વિફરશે, હજુ આટલા લાખ લોકોના મોતની આશંકા : વિશ્વના સૌથી મોટા વૈજ્ઞાનિકને ચિંતા

Premal

Last Updated: 02:12 PM, 4 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ડિસેમ્બર સુધી કોરોનાના કારણે વધુ એક લાખ લોકોના મોત થાય તેવી આશંકા સેવાઈ રહી છે. આ સમાચાર અમેરિકાના સૌથી મોટા તબીબ અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિજીસેસના નિર્દેશક ડૉ. એન્થની ફાઉચીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે.

  • અમેરિકાના સૌથી મોટા તબીબ ડો. એન્થની ફાઉચીની આશંકા
  • કોરોનાના મૃત્યુઆંકને ટાળવા માટે લોકોએ વેક્સિન લગાવવી પડશે
  • અત્યારે લગભગ 8 કરોડ અમેરિકન લોકોએ વેક્સિન લીધી નથી

મોટાભાગના લોકોએ વેક્સિન લીધી નથી: ડૉ. ફાઉચી

તેમણે કહ્યું કે, કોરોનાથી મોતને ભેટનારા લોકોમાં મોટાભાગના લોકોએ વેક્સિન લીધી નથી. ડૉ. ફાઉચીએ કહ્યું કે, આ ગણતરી યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના મોડલ પર આધારિત છે.
ડૉ. ફાઉચીએ કહ્યું કે, અમે જે સ્થિતિથી ગુજરી રહ્યાં છે, તેની કડક ગણતરી કરી શકાય છે. આવા મોતને ટાળી શકાય છે. આપણને ખબર છે કે કોરોનાના મૃત્યુઆંકને ટાળવા માટે લોકોને વેક્સિન લગાવવા માટે પ્રેરિત કરવા પડશે. વેક્સિન ડ્રાઈવ ઝડપથી ચલાવવી પડશે. અત્યારે લગભગ 8 કરોડ અમેરિકન લોકોએ વેક્સિન લીધી નથી. આવા લોકો કોરોના મહામારી ફરીથી લાવી શકે છે.

વધુમાં વધુ લોકોને રસી અપાશે તો સમસ્યાનો અંત આવશે

ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું કે, જો દેશનો આરોગ્ય વિભાગ ઝડપથી વેક્સિનેશનનું કામ કરે અને વધુમાં વધુ લોકોને રસી આપે તો આ સમસ્યાનો અંત આવશે. લોકો વેક્સિન એટલે માટે લેતા નથી કે કારણકે તેઓ રાજકીય, સામાજિક તુલનાઓની ચક્રવ્યૂહમાં ઘેરાયેલા છે. આવા લોકોએ બધા કામ પડતા મુકીને પહેલા વેક્સિન લગાવવી જોઈએ. જેને કારણે તેઓ પોતાને, પોતાના પરિવારને અને પાડોશીઓના આરોગ્યને નિરોગી રાખી શકે.

હોસ્પિટલોમાં વ્યવસ્થાના અભાવથી મહામુશ્કેલી સર્જાશે

મહત્વનું છે કે, અત્યારે અમેરિકામાં કોરોના સંક્રમણના દરરોજ 1.55 લાખ નવા કેસો આવી રહ્યાં છે. જેમાંથી કેટલાંક લોકો હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલો પણ આગામી લહેર માટે સંપૂર્ણ સજ્જ છે. ડૉ. ફાઉચીએ કહ્યું કે, ગયા અઠવાડિયે આખા દક્ષિણ અમેરિકામાં ઘણી હોસ્પિટલોએ ઓક્સિજનની અછત હોવાની ફરિયાદ કરી હતી. જ્યારે હવે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. જો આવી સ્થિતિમાં હોસ્પિટલોમાં વ્યવસ્થાનો અભાવ થશે તો મહામુશ્કેલી સર્જાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ