andrew symonds wife is in shock after husband's death
દુઃખદ /
દિગ્ગજ ક્રિકેટરના મોતથી પત્ની આઘાતમાં સરી પડી, લગ્ન પહેલા જ પિતા બન્યો હતો
Team VTV01:35 PM, 16 May 22
| Updated: 01:36 PM, 16 May 22
ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનાં મૃત્યુથી તેની પત્ની આઘાતમાં છે. જાણો પતિનાં મૃત્યુ પર તેનું શું કહેવું છે.
સાયમન્ડ્સની પત્ની શોકમાં
લગ્ન પહેલા થયો હતો બાળકનો જન્મ
ક્રિકેટ કરિયર દરમિયાન ઘણા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા સાયમન્ડ્સ
સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મૃત્યુ
ઓસ્ટ્રેલિયા માટે 1998થી 2009 વચ્ચે 26 ટેસ્ટ, 198 વન ડે અને 14 ટી20 ઇન્ટરનેશનલ રમનાર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે નિધન થયું છે. દિગ્ગજ ઓલરાઉન્ડર સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. બે વાર વર્લ્ડ કપ વિજેતા ટીમનાં સદસ્ય રહી ચુકેલા સાયમન્ડ્સ 46 વર્ષના હતા અને તેમના પરિવારમાં પત્ની લોરા ઉપરાંત બે બાળકો ક્લોઇ અને બિલી છે.
Former Australia allrounder Andrew Symonds has died in a car crash at the age of 46.
લગ્ન પહેલા બન્યા હતા પિતા
સાયમન્ડ્સ અને લોરાની પહેલી મુલાકાત 2004માં થઇ હતી, પરંતુ લગ્ન પોતાના દીકરાનાં જન્મનાં એક વર્ષ બાદ કર્યા હતા. સાયમન્ડ્સ જ્યારે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સનો હિસ્સો હતા, ત્યારે તેઓ પિતા બનવાના હતા. ત્યારે જ તેમણે સન્યાસનું એલાન કર્યું હતું અને ફરી ઓસ્ટ્રેલિયા આવી ગયા હતા. લોરાને જ્યારે પોતાના પતિનાં મૃત્યુનાં સમાચાર મળ્યા, ત્યારે તે બંને બાળકો સાથે સિડનીમાં હતી.
પતિનાં મૃત્યુ બાદ શોકમાં છે પત્ની
165 કુલ વિકેટ અને 6887 ઇન્ટરનેશનલ રન બનાવનાર આ શાનદાર ક્રિકેટરની પત્ની લોરાએ પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું હજુ પણ શોકમાં છું. માત્ર પોતાના બે બાળકો વિષે વિચારી રહી છું. તે એક મહાન પતિ અને પિતા હતા. તેમની પાસે પોતાની ફેમિલી માટે હંમેશા સમય હતો.
Tragic news surrounding the former Australia all-rounder and our thoughts are with his friends and family.https://t.co/6eXiz8Mb5O
ઘણા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા સાયમન્ડ્સ
સાયમન્ડ્સની ક્રિકેટ કરિયર ઘણી વિવાદિત રહી છે. સિડની ટેસ્ટમાં 'મંકીગેટ' કાંડ તો સૌ કોઈ જાણે છે, આ ઉપરાંત, બાંગ્લાદેશ સામે મેચ માટે નશાની સ્થિતિમાં પહોંચ્યા બાદ 2005માં ઓસ્ટ્રેલિયાનાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર તેમને બે વન ડે મેચમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ત્રણ વર્ષ બાદ સાયમન્ડ્સે ટીમ બેઠકમાં હિસ્સો ન લીધો કેમકે તેઓ ડાર્વિનમાં માછલી પકડવા ગયા હતા. આ ઘટના બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. હજુ એક આવો જ વિવાદ 2009 ટી20 વર્લ્ડ કપમાં થવાને કારણે, તેમને ટીમની બહાર કરવામાં આવ્યા હતા.