બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / anand mahindra tweet offered job disable man

ટેલેન્ટની કદર / પોતાના ટેલેન્ટથી લોકોના દિલ જીતનાર દિવ્યાંગ બિરજુને મળી નોકરી, મહિન્દ્રાએ વાયદો નિભાવતા સોશ્યલ મીડિયામાં થયા વખાણ

Pravin

Last Updated: 06:11 PM, 3 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિન્દ્રા ગ્રુપના હેડ આનંદ મહિન્દ્રાએ ફરી એક વાર ટેલેન્ટને નવી ઓળખાણ આપી છે. દિવ્યાંગ બિરઝૂ રામ વિશે સોશિયલ મીડિયા પર નેગેટિવ વાતોને અવગણી તેને નોકરી પર રાખ્યો છે.

મહિન્દ્રા ગ્રુપના હેડ આનંદ મહિન્દ્રાએ ફરી એક વાર ટેલેન્ટને નવી ઓળખાણ આપી છે. દિવ્યાંગ બિરઝૂ રામને નોકરી આપતા તેમણે ટ્વિટર હૈંડલ પર લખ્યું છે. સૌ કોઈ એક બ્રેકનો હકદાર છે.

ખૂબ થઈ હતી નેગેટિવ વાતો

આનંદ મહિન્દ્રાએ બિરજૂને નોકરી આપવા સંબંધિત તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, તેને લઈને યુટ્યૂબ પર કેટલાય વીડિયો બન્યા હતા. જેમાં તેના વિશે નેગેટિવ વાતો કરવામાં આવી હતી. પણ રામ અને મહિન્દ્રા લોજિસ્ટિક્સ કંપનીનો આભાર વ્યક્ત કરવા માગુ છું કે, બિરઝૂ રામને અમારા દિલ્હીના ઈલેક્ટ્રિક વ્હીકલ યાર્ડમાં નોકરી મળી ગઈ છે. સૌ કોઈ બ્રેકનો હકદાર છે.

હકીકતમાં જોઈએ તો, કેટલાય યુટ્યૂબર્સે બિરઝૂને લઈને નેગેટિવ વીડિયો બનાવ્યા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે મંદિર અને મસ્જિદો બહાર જઈને ભીખ માગે છે. તેને ઓછા રૂપિયાવાળી નોકરી નથી કરવી. એટલા માટે આનંદ મહિન્દ્રાએ ટ્વિટરમાં પણ આ નેગેટિવ વાતોનો ઉલ્લેખ કર્યો છે. 

 

 

ફટફટીયું ચલાવે છે બિરજૂ

આનંદ મહિન્દ્રાને થોડા મહિના પહેલા બિરજૂનો એક વીડિયો ટ્વિટર પર મળ્યો હતો. તેમાં બિરજૂ એક રાહદારીને મોટરસાઈકલ અને એક્ટિવાના એન્જીનને ભેગુ કરીને બનાવેલી ફટફટીયું રિક્ષા વિશે વાત કરતો દેખાય છે. આપને જણાવી દઈએ કે, આ ફટફટીયા પર બિરજૂ કારની સીટ લગાવીને બેસે છે. કારણ કે, તેને હાથ અને પગ નથી, બિરજૂનું અન્ય એક નામ મોહમ્મદ અસલમ પણ છે.

દિવ્યાંગ બિરજૂના આ પ્રકારના ટેલેન્ટની કદર કરતા આનંદ મહિન્દ્રા ખૂબ જ પ્રભાવિત થયા હતા. જ્યારે તેમણે બિરજૂનો વીડિયો શેર કર્યો તો, લખ્યું હતું કે, આ વ્યક્તિની કાબેલિયત અને જોશનો હું દિવાનો થયો છું. તે ફક્ત દિવ્યાંગતા સાથે જ નથી લડી રહ્યો પણ, તેની પાસે જે છે તેમાં ખૂબ જ ખુશ છે. રામ, મહિન્દ્રા લોજિસ્ટિક્સમાં અમે તેને લાસ્ટ માઈલ ડિલીવરી માટે બિઝનેસ એસોસિએટ બનાવી શકીએ છીએ ? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ