બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / An officer has been caught taking bribe in Ahmedabad

અમદાવાદ / લાંચિયા અધિકારીનો પર્દાફાશ : AMC પ્લાન પર પાણી ફેરવતો પશુખાતાનો PI લાંચ લેતા ઝડપાયો

Kiran

Last Updated: 04:37 PM, 13 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC પશુખાતામાં ફરજ બજાવતા PI ફારૂક કુરેશી લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ખળભાળાટ

  • રખડતા પશુ ન પકડવા લાંચ માગતો PI ઝડપાયો 
  • દિવાળી બોનસ પેટે 20 હજારની માંગી હતી લાંચ 
  • રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે ત્યારે ફરી ભ્રષ્ટઅધિકારી દ્વારા લાંચ માંગવામાં આવતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાં એક અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. AMC પશુખાતામાં ફરજ બજાવતા PI ફારૂક કુરેશી લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ખળભાળાટ મચી ગયો છે. 

 

 

રખડતા પશુ ન પકડવા લાંચ માગતો અધિકારી ઝડપાયો 

મહત્વનું છે કે શહેરમાં રડળતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે AMC દ્વારા ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે  PI એફ.એમ.કુરેશીએ ફરિયાદીના પશુઓ નહીં પકડવા અને કેસ નહીં કરવા માટે લાંચ માંગતો હોવાનુું સામે આવ્યું છે, PI ફરિયાદી પાસેથી દર મહિને રૂપિયા 10 હજારની માંગણી કરી હતી અને જો આમ ન કરે તો કેસ કરવાની પણ ધમકી આપી હતી.



 

દિવાળી બોનસ પેટે 20 હજારની માંગી હતી લાંચ 

જો કે સમગ્ર મામલે ફરિયાદીએ કાર્યવાહી કરતા લાંચની ઘટનાનો પર્દાફાશ થયો છે. PI એફ.એમ.કુરેશીએ ફરિયાદનીને ફોન કરીને હપ્તાના રૂપિયા 10 હજાર અને દિવાળી બોનસ એમ મળી કુલ 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી જે બાદ ફરિયાદીએ લાંચ રૂસવિત શાખામાં PI સામે ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.  



 

રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

જો કે આવે કેટલાય અધિકારીઓ હશે જે સિસ્ટમનો એક ભાગ બની ગયા હશે, જે AMCની કાર્યવાહીમાં પાણી ફેરવતા હશે, મહત્વનું છે કે અધિકારીઓની રૂપિયાની લાલચનો ભોગ સામાન્ય નાગરિકોને બનવુ પડતું હોય છે. ત્યારે આવા અધિકારીઓ સામે પ્રજામો રોષ જોવા મળી રહ્યો છે, લાંચિયા અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી હાથ ધરાશે તે હવે જોવાનું રહ્યું  ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ