બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / An empty bottle of liquor, Adornment of people's house in Diwali!

અમદાવાદ / દારૂની ખાલી બોટલ બનશે દિવાળીમાં લોકોના ઘરની રોનક, એક ગુજરાતીનો અનોખો કોન્સેપ્ટ જોઈ કહેશો વાહ!

Kiran

Last Updated: 04:45 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂની ખાલી બોટલ કેટલાક બેરોજગાર માટે રોજી-રોટીનું સાધન બનીઃ દિવાળી પર અમદાવાદમાં આવ્યો નવો કોન્સેપ્ટ

  • દારૂની ખાલી બોટલ ઘરની રોનક બનશે
  • બોટલમાં લાઈટિંગ કરવાનો અનોખો કોન્સેપ્ટ
  • યુટ્યૂબ પર અસંખ્ય વી‌ડિયો અપલોડ 

નવરા‌ત્રી ચાલી રહી છે અને દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં લોકો ખરીદી માટે ઊમટી પડ્યા છે. દિવાળી ઉપર લોકો પોતાના ઘરની રોનક વધારવા માટે અનેક ‌નિતનવી ‌‌ટ્રિક અપનાવતા હોય છે ત્યારે હાલ બજારમાં દારૂની ખાલી બોટલમાં લાઇ‌િટંગ કરીને ઘરને નવો લુક આપવાનો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે. દારૂ‌ડિયાઓ દારૂ પીધા બાદ ખાલી બોટલ ફેંકી દેતા હોય છે, જેનો હવે કેટલાક લોકો સદુપયોગ કરી રહ્યા છે. 

યુટ્યૂબ પર અસંખ્ય વી‌ડિયો અપલોડ 

કાચની બોટલમાં જ્યાં સુધી દારૂ હોય ત્યાં સુધી દારૂ‌ડિયાઓ માટે તે કીમતી કહેવાય પણ જેવો બોટલમાંથી દારૂ ખાલી થઇ જાય એટલે તેને રસ્તા ઉપર ફેંકી દેવામાં આવે છે. લોકો હંમેશાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા હોય છે. યુટ્યૂબ પર અસંખ્ય વી‌ડિયો અપલોડ થયા છે, જેમાં વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવવું તેની મા‌હિતી આપેલી હોય છે. ટાયરમાંથી ચેર તેમજ ફૂલદાની બનાવવી તેમજ કાચની બોટલમાં પ્લાન્ટેશન કરવું, લાઇ‌િટંગ કરવું, આ સિવાય અનેક ‌ટ્રિક છે, જે વી‌ડિયોના આધારે મળી જાય છે. 

દારૂની ખાલી બોટલ ઘરની રોનક બનશે

હાલ શહેરમાં નવો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે, દારૂની ખાલી બોટલમાં ‌સિરીઝ મૂકીને લાઇ‌િટંગ કરવાનો. આમ, એક રીતે જોવા જોઇએ તો ગુજરાતમાં દારૂની બંદી છે તે છતાંય ગુજરાતમાં રોજેરોજ લાખો-કરોડો રૂપિયાનો દારૂ આવી રહ્યો છે. પોલીસની રહેમનજર હેઠળ ગુજરાતની અલગ અલગ બોર્ડર પરથી ટ્રક, કાર તેમજ અન્ય વાહનોમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે, જેને નાના બુટલેગર સુધી સપ્લાય કરવામાં આવે છે. દારૂ‌ડિયાઓ નાના નાના બુટલેગર પાસેથી દારૂની અલગ અલગ બોટલો ખરીદે છે અને તેને પીધા બાદ ખાલી બોટલને રોડ ઉપર ફેંકી દેતા હોય છે. કાચની બોટલ હોવાના કારણે કેટલીક બોટલો ફૂટી જાય છે, જ્યારે કેટલીક બોટલો ફૂટતી નથી. 

દારૂની બોટલો વડે અનોખું આર્ટવર્ક

દારૂની બોટલો સિવાય ‌બિયરની બોટલો પણ લોકો ફેંકી દેતા હોય છે, જે ખાલી બોટલોનો પણ લાખો રૂપિયાનો વેપાર થાય છે. કચરો વીણનારા લોકો દારૂની બોટલને ભંગાર લેનારને વેચી મારે છે. ત્યારબાદ આર્ટવર્ક કરનાર ભંગાર લેનારા લોકો પાસેથી દારૂની ખાલી સંખ્યાબંધ બોટલો ખરીદી લે છે. ત્યાર બાદ બોટલ ઉપર રહેલું લેબલ કાઢીને તેને પાણીથી ધોઇ નાખવામાં આવે છે. બીજી બાજુ લાઇ‌િટંગની દુકાનમાંથી એકસાથે ‌સિરીઝ ખરીદી લેવામાં આવે છે, જે સેલની મદદથી ચાલુ રહેતી હોય. ત્યાર બાદ ‌સિરીઝને દારૂની બોટલમાં મૂકી તેને દોરીથી લપેટવામાં આવે છે અને સેલવાળો બૂચ ‌ફિટ કરવામાં આવે છે અને બોટલ તૈયાર થઇ ગયા બાદ તેને વેચવામાં આવે છે. 

લાઇ‌િટંગવાળી દારૂની ખાલી બોટલો 

રોજ કમાઇને રોજ ખાવાવાળા માટે આ ધંધો હાલ રોજગારનું સાધન બની ગયો છે. શહેરનાં મોટા ભાગનાં જંકશન પર ધંધો કરતા લોકો લાઇ‌િટંગવાળી દારૂની ખાલી બોટલ વેચી રહ્યા છે. આ સિવાય તે દુકાનોમાં પણ આસાનીથી મળી રહે છે, જ્યારે લો ગાર્ડનના બજારમાં પણ સંખ્યાબંધ લોકો તેને વેચી રહ્યા છે. કોરોનાકાળ પછી હજારો લોકો બેકાર થયા છે, જેઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આવો ધંધો કરી રહ્યા છે. હાલ બજારમાં આ લાઇ‌િટંગવાળી બોટલ ૧૦૦ રૂપિયાથી લઇને ર૦૦ રૂપિયા સુધીમાં મળી રહે છે. દારૂની બોટલ જેટલી એ‌િન્ટક અને યુ‌નિક હશે તેટલો તેનો ભાવ હશે. 

બોટલમાં લાઈટિંગ કરવાનો અનોખો કોન્સેપ્ટ

દિવાળીમાં હવે અમદાવાદીઓએ પોતાના ઘરની રોનક વધારવા માટે દારૂની ખાલી બોટલમાં લાઈટિંગ કરવાના કોન્સેપ્ટને પસંદ કર્યો છે. લોકોએ પોતાના ઘર બહાર ફ્લાવરપોર્ટ પાસે તેમજ શો-પીસમાં આ બોટલોને ડેકોર કરી છે અને તેઓ પોતાના ઘરને બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સિવાય દારૂની ખાલી બોટલમાં લોકો પ્લાન્ટેશન પણ કરતા હોય છે તે પણ ઘરને સુંદર બનાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ