બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 01:14 PM, 15 February 2023
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે ન્યુઝીલેન્ડની ધરા ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી છે. વિગતો મુજબ લોઅર હટથી 78 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છ. તો રિક્ટર સ્કેલ પર ભૂકંપની ત્રિવતા 6.1 નોંધાઈ છે.
An earthquake of magnitude 6.1 on the Richter scale occurs 78km northwest of Lower Hutt in New Zealand: EMSC pic.twitter.com/R9Tk18vEFu
ADVERTISEMENT
— ANI (@ANI) February 15, 2023
ન્યુઝીલેન્ડમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ ભૂકંપ નોર્થ આઈસલેન્ડ શહેર લોરહાટથી 78 કિમી ઉત્તર પશ્ચિમમાં આવ્યો છે. ભૂકંપ સાંજે 7.38 કલાકે 76 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. 6 થી ઉપરની તીવ્રતાનો ભૂકંપ ખતરનાક છે. મહત્વનું છે કે, 6.0 થી 6.9 તીવ્રતાના ધરતીકંપમાં, ઇમારતોના પાયા હલી જાય છે. ઉપરના ભાગોને નુકસાન પણ થઈ શકે છે. જર્જરિત ઇમારતો અથવા નબળા મકાનો પડી શકે છે. દેશના ઉત્તરીય ભાગમાં ચક્રવાત ગેબ્રિયલથી પૂર અને વિનાશને પગલે એક દિવસ અગાઉ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી.
ન્યુઝીલેન્ડ સરકારે દેશના ઉત્તર ભાગમાં ચક્રવાત ગેબ્રિયલના કારણે પૂર અને વિનાશને પગલે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. દેશના સૌથી મોટા શહેર ઓકલેન્ડ નજીક રાતોરાત ભૂસ્ખલનમાં ફસાઈ જવાથી એક અગ્નિશામક ગુમ થયો હતો, જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ સાથે બચાવી લેવામાં આવ્યો હતો, સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું. બે અઠવાડિયા પહેલા ઓકલેન્ડમાં ભારે તોફાન આવ્યું હતું, જેમાં ચાર લોકોના મોત થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
PM Modi US visit / PM મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઐતિહાસિક મુલાકાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.