બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / An altercation with a young woman resulted in a double murder; 7 members of the same family were sentenced to life imprisonment

ચૂકાદો / યુવતી સાથે થયેલી બોલાચાલી ડબલ મર્ડરમાં પરિણમી;એક જ પરિવારના 7 ને આજીવન કેદ

Mehul

Last Updated: 07:52 PM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 2015 માં બનેલી બેવડી હત્યાની ચકચારી ઘટનામાં સેશન્સ કોર્ટનો મહત્વનો ચૂકાદો. દાણીલીમડાની ઘટનામાં સાત હત્યારાને આજીવન કેદની સજા

  • યુવતી મામલે બોલાચાલી બાદ હત્યાનો કેસ 
  • વર્ષ 2015ની ઘટનામાં 7 ને આજીવન કેદ 
  • સેશન્સ કોર્ટનો મહત્વના અવલોકન બાદ ચૂકાદો 

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ 2015માં થયેલા ડબલ મર્ડરના ચકચારી કિસ્સામાં ગુરુવારે  સેશન્સ કોર્ટના જજ ચિરાયુ સનતકુમાર અઘ્યારુએ સાત આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સાત આરોપી પૈકી એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મોત થયું છે. યુવતી સાથે બોલાચાલી મામલે એક જ પરિવારના સાત સભ્યોએ તલવાર અને છરી લઇને ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો જેમાં બે યુવકનું મોત થયું હતું જ્યારે બે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 

ક્યારની ઘટના 

દાણીલીમડા વિસ્તારમાં રહેતો શમસુલ હક અંસારી અને તેનો ભાઇ અનલહકની દાણીલીમડા વિસ્તારમાં કિરાણાની દુકાન આવેલી છે. તેમની દુકાનથી ચાર દુકાન છોડીને તેમના બનેવી ફિરોઝ અહમદની હોટલ આવેલી છે. જેમાં તેમના ભાઇ શાહિદ અને સાબિતઅલી બેસતા હતા. તારીખ 17 ફેબ્રુઆરી 2015ના રોજ બંને ભાઇ કિરાણા સ્ટોર પર હાજર હતા ત્યારે મોડી સાંજે બૂમાબૂમ થઇ હતી. બંને ભાઇ જોવા માટે ગયા ત્યારે દાણીલીમડા વિસ્તારમાં રહેતા અને એક જ પરિવારના મહમદહુસેન ઉર્ફે અજમેરી શેખ, અબ્દુલસલામ શેખ, અબ્દુલનફિસ ઉર્ફે બંટી શેખ, અબ્દુલરશીદ ઉર્ફે પૌવા શેખ, અબ્દુલહમીદ ઉર્ફે બાબા શેખ, અબ્દુલવાહિદ ઉર્ફે મુન્ના શેખ, અબ્દુલહાફિઝ ઉર્ફે ગુડ્ડા શેખ નામના લોકો શાહિદ અહમદ ઉપર હુમલો કરી રહ્યા હતા.

તીક્ષ્ણ હથિયારોથી હૂમલો 

ઘટના શટલે દોડી આવેલા શમસુલ હકની સામે જ આરોપીઓએ શાહિદ અહમદના પેટમાં તલવાર ભોંકી દીધી હતી. શાહિદ અહમદને બચાવવા માટે જ્યારે ફિરોજ અહમદ અને સાબિત અલી પહોંચ્યા ત્યારે આરોપીએ તેમને પણ છરી તેમજ તલવારના ઘા ઝીંકી દીધા હતા. બનેવી પર જીવલેણ હુમલાની ઘટનાને જોઇને અનલહક પણ દોડી આવ્યો હતો. જ્યાં આરોપીઓએ તેમને પણ છરીના ઘા ઝીંકી દીધા હતા. આ લોહિયાળ હુમલામાં બૂમાબૂમ થતાં આરોપીઓ ત્યાંથી નાસી છુટ્યા હતા જ્યારે ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં શાહિદ અહમદ તેમજ ફિરોજ અહમદનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે સાબિતઅલી અને અનલહકને એટલી હદે ઇજા પહોંચી હતી કે તેમને પેટમાં જાળી નાખવાની નોતબ આવી ગઇ હતી. આ ચકચારી કેસમાં પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ હત્યા તેમજ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

યુવતી સાથે બોલાચાલી બાદ અદાવત 

પોલીસ તપાસમાં સામે આવ્યું હતુંકે મૃતક શાહિદ અહમદને શિફા નામની કોઇ યુવતી સાથે બોલાચાલી થઇ હતી. જેની અદાવત રાખીને આરોપી આવ્યા હતા અને ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ વી.એ.સૈયદ અને આઇ.એમ. દેસાઇ હતા. કેસમાં તમામ સાયન્ટિફિક પુરાવા, ડાઇંગ ડેકલેરેશન તેમજ સાક્ષી અને પંચોનાં નિવેદન બાદ સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ચિરાયુ સનતકુમાર અઘ્યારુએ તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી છે. આ કેસમાં સંડોવાયેલા સાત આરોપી પૈકી પાંચ સગા ભાઇ છે જ્યારે તેમના પિતા પણ આરોપી છે જેમનું ટ્રાયલ દરમિયાન થોડાક સમય પહેલાં મૃત્યુ થયું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ