બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMTS bus start soon in ahmedabad

મોટા સમાચાર / અમદાવાદમાં ફરી ક્યારે શરૂ થશે AMTS બસ સેવા? જાણો ચેરમેને શું આપ્યો જવાબ

Kavan

Last Updated: 03:41 PM, 31 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કોરોના સંક્રમણ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે ત્યારે હવે આ AMTS બસ સેવાને લઇ મોટા સમાચાર આવ્યા છે.

  • અમદાવાદમાં AMTS બસ સેવાને લઇ મોટા સમાચાર
  • AMTS શરૂ કરવા સરકાર સાથે ચર્ચા કર્યા બાદ લેવાશે નિર્ણય 
  • AMTS ચેરમેન વલ્લભ પટેલે આપ્યું નિવદેન 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયાં બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો આવ્યો હતો.  મહાનગરોની સ્થિતિ વધુ ગંભીર હતી, ખાસ કરીને અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા હતા. જેને લઈને શહેરમાં AMTS-BRTS બસ સેવા બંધ કરવામાં આવી હતી. 

AMTS બસ સેવા ફરી થઈ શકે છે શરૂ 

જો કે, છેલ્લા કેટલાક સમયગાળાથી ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે, અમદાવાદમાં પણ સ્થિતિ સુધરી છે ત્યારે હવે નગરજનો માટે ખૂબ ઉપયોગી બનતી AMTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવી શકે છે. 

રાજ્ય સરકાર સાથે કરાશે ચર્ચા :  AMTS ચેરમેન વલ્લભ પટેલ

આ મામલે AMTS ચેરમેન વલ્લભ પટેલે VTV સાથે ખાસ વાતચીત કરી હતી. વલ્લભ પટેલે જણાવ્યું હતું કે, સિટી બસ સેવાને લઈને રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ વહેલી તકે બસ સેવા ફરી રાબેતા મુજબ કરાશે. 

Ahmedabad Municipal Corporation brts amts vijay nehra ahmedabad gujarat

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં રવિવારે રાજ્યમાં કોરોનાના 1,871 નવા કેસ નોંધાયા છે, તો 25 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. 

અત્યાર સુધીમાં 1,68,94,303 લોકોને અપાઇ રસી 

સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,68,94,303 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 1,83,070 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 237 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 139 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 58 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 216 કેસ, જ્યારે ગ્રામ્યમાં 99 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 114 કેસ અને ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

AMTS AMTS BUS NEWS ahmedabad gujarat અમદાવાદ ગુજરાતી ન્યૂઝ AMTS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ