બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / amritpal singh declared fugitive, police team are on manhunt, 78 people arrested

દેશ / અમૃતપાલ સિંહનો કોઈ અતોપતો નથી: આખા પંજાબમાં હાઈઍલર્ટ, 78ની ધરપકડ, મોટી સંખ્યામાં હથિયાર જપ્ત

Vaidehi

Last Updated: 08:49 AM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે 'વારિસ પંજાબ દે' (WPD)નાં કાર્યકર્તાઓની કેટલીક પ્રવૃતિઓને ઈન્ટરસેપ્ટ કર્યું અને 7 લોકોની ઘટનાસ્થળ પરથી જ ધરપકડ કરી લીધી. રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં હાઈએલર્ટની સાથે કલમ 144 લાગૂ.

  • પોલીસે 'વારિસ પંજાબ દે'નાં કાર્યકર્તાઓની કરી ધરપકડ
  • અમૃતપાલ સહિત અન્ય કેટલાક ફરાર
  • 4 ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલુ છે સંગઠન 

પંજાબ પોલીસનાં પ્રવક્તાએ જણાવ્યું કે શનિવારે બપોરે જાલંધર જિલ્લાનાં શાહકોટ-મલસિયા રોડ પર પોલીસની તરફથી 'વારિસ પંજાબ દે'નાં કાર્યકર્તાઓની અનેક ગતિવિધિયોને ઈન્ટરસેપ્ટ કર્યું અને ઘટનાસ્થળ પરથી  78 લોકોની ધરપકડ કરી. તેમણે જણાવ્યું કે અમૃતપાલ સહિત કેટલાક અન્ય પણ ફરાર થયાં છે જેમને પકડવા માટે મોટાપાયે રેડ પાડવામાં આવી રહી છે. રાજ્યમાં એક વ્યાપાક રાજ્ય-સ્તરીય કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

કલમ 144 લાગૂ 

રાજ્યમાં આ ઘટનાને ધ્યાનમાં લઈને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં રાજ્યનાં મુક્સર સાહિબ અને ફાજિલ્કા જિલ્લાઓમાં કલમ 144 લાગૂ પાડવામાં આવી છે. આદેશ જાહેર થયો તે અનુસાર હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા કલમ 144 લાગૂ પાડવામાં આવી છે અને પોલીસબળ તૈનાત કરવામાં આવ્યું છે. સૂચના અનુસાર 31 માર્ચ સુધી આ કલમ લાગૂ રહેશે.

ભાગેડુ અમૃતપાલસિંહ ફરાર
જલંધર પોલીસ કમિશ્નરે કહ્યું કે વારિસ પંજાબ દે નો ચીફ અમૃતપાલ ભાગેડુ જાહેર થયો છે. તેની 2 ગાડીઓ સીઝ થઈ છે અને તેના બંદૂકધારીઓને પણ પકડી પાડવામાં આવ્યાં છે.તેની સામે કેસ નોંધાઈ ચૂક્યો છે.અમૃતપાલસિંહનાં પિતા તરસેમ સિંહએ કહ્યું કે અમને તેના વિશે કોઈ સાચી માહિતી નથી. પોલીસ 3-4 કલાકથી અમારા ઘરે તપાસ કરી રહી છે. તેમને કંઈ જ ગેરકાયદાકીય મળી આવ્યું નથી. પોલીસે તે ઘરથી નિકળ્યો ત્યારે જ તેને પકડી લેવો હતો.

9 હથિયારો મળી આવ્યાં
આ રાજ્ય સ્તરીય કાર્યવાહી દરમિયાન અત્યાર સુધી 9 હથિયારો મળી આવ્યાં છે. જેમાં એક 315 બોરની રાઈફલ, 12 બોરની સાત રાઈફલ, 1 રિવોલ્વર અને અલગ-અલગ કેલીબરનાં 373 જીવંત કારતૂસ શામેલ છે.

કોણ છે અમૃતપાલસિંહ?
અમૃતપાલસિંહને શોધવામાં હાલમાં સમગ્ર પંજાબ પોલીસ લાગી ગઈ છે ત્યારે કથિત ધોરણે તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપ્યા હોવાનો આરોપ છે. એટલું જ નહીં વારિસ પંજાબ દે સંગઠનનાં પ્રમુખ અમૃતપાલસિંહનાં સમર્થકોએ 23 ફેબ્રુઆરીનાં રોજ અજનાલા પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો. અમૃતપાલ સિંહ ખાલિસ્તાની સમર્થક દીપ સિધ્ધૂનું સંઠગન 'વારિસ પંજાબ દે'નો વડો છે. વિકિપીડિયા અનુસાર શીખ ધર્મના પ્રસાર માટે અમૃત અભિયાન ચાલે છે. તેણે પોતાનો પ્રથમ અમૃત પ્રચાર અભિયાન રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં આયોજિત કર્યો હતો જેમાં આશરે 647 લોકોએ અમૃતગ્રહણ કર્યું હતું. રિપોર્ટ અનુસાર અમૃતપાલે તો સરકારને પડકારતાં કહ્યું હતું કે' હું સરકારને કહેવા ઈચ્છું છું કે જો તે મને પકડવા ઈચ્છે છે તો મને જગ્યા કહો. એક તરફ સરકાર કહે છે કે તે મને શોધી રહી છે અને બીજી તરફ તે જાણે છે કે હું ક્યાં હતો. પછી તે ખોટું શા માટે બોલી રહી છે કે તેમણે રેડ પાડી?'તેણે હાલમાં ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપતાં કહ્યું કે 'અમિતશાહે કહ્યું હતું કે ખાલિસ્તાન આંદોલનને વધવા નહીં દઈએ. મેં કહ્યું હતું કે ઈન્દિરા ગાંધીએ પણ આવું જ કહ્યું હતું. જો તમે પણ આવું કરો છો તો તમને પણ પરિણામ ભોગવવું પડશે. '

WPDનાં કાર્યકર્તાઓ પર આરોપ
પ્રવક્તાએ જણાવ્યું કે WPUનાં કાર્યકર્તા ચાર ગુનાહિત પ્રવૃતિમાં સંકળાયેલા છે જેમાં સમાજમાં અસ્થિરતા ફેલાવવું, પૂર્વયોજિત હત્યા, પોલીસ ઓફિસરો પર હુમલો કરવો અને સરકારી કર્મચારીઓની ડ્યૂટીઓને કાયદાકીય ધોરણે નિભાવવામાં વિઘ્ન ઊભો કરવો જેવી બાબતો છે. તેમણે આગળ જણાવ્યું કે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલા માટે WPDનાં કાર્યકર્તાઓ સામે કેસ નંબર 39, તારીખ 24-02-2023 નોંધાયેલ છે.

તેમણે કાયદાની શરણે થવું જોઈએ- પોલીસ
તેમણે જણાવ્યું કે ગુનાહિત પ્રવૃતિઓનાં મામલામાં તમામ વ્યક્તિઓની સાથે કાયદાકીયરીતે કાર્યવાહી કરવામાં આવશે અને જે વ્યક્તિઓની પોલીસ શોધ કરી રહી છે તેમને પોતે જ કાયદાની શરણે આવવું જોઈએ. તેમણે કહ્યું કે કાયદાકીય બચાવ સંબંધીત તેમના બંધારણિય અધિકારોની રક્ષા કરવામાં આવશે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ