amla seeds benefits indian gooseberry powder indigestion pimples nose
લાભ /
આમળા ખાઇને તેના બી ડસ્ટબિનમાં ન ફેંકી દો, ફાયદા જાણીને વિશ્વાસ નહીં આવે
Team VTV07:17 PM, 27 May 22
| Updated: 07:17 PM, 27 May 22
આમળા એક એવુ ફળ છે, જેના ઔષધીય ગુણોની કોઈ ગણતરી નથી. જેનાથી સામાન્ય રીતે વાળની મજબૂતી માટે અથવા પછી સ્કિનમાં ચમક લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
આમળા ખાધા બાદ તેના બીજને ડસ્ટબિનમાં ના ફેંકશો
આમળાના બીજ ખૂબ જ ગુણકારી હોય છે
આમળાના બીજથી થાય છે ઘણા બધા ફાયદા
આમળાના બીજથી મળે છે આટલા ન્યુટ્રીએન્ટ્સ
આપણે અવાર-નવાર આમળાને ખાધા બાદ તેના બીજ ડસ્ટબીનમાં ફેંકી દઇએ છીએ. કારણકે આપણે આ બીજના ફાયદા વિશે જાણતા નથી. આમળાના બીજમાં વિટામિન બી કોમ્પલેક્સ, કેલ્શિયમ, પોટેશિયમ, કેરોટીન, આયરન અને ફાઈબર જેવા ઘણા મહત્વના ન્યુટ્રીએન્ટ્સ હોય છે. જો જોવામાં આવે તો આ ગુણકારી ફળના બીજ એટલા જ ફાયદાકારક હોય છે, જેટલા આમળા હોય છે. આ બીજને પીસીને પાઉડર તૈયાર કરવામાં આવે છે અને પછી તેનો લાભ ઉઠાવવામાં આવે છે.
આમળાના બીજના મોટા ફાયદા
પાચનતંત્ર
જો તમને કબજીયાત, ઈનડાઈજેશન અથવા એસિડિટીની મુશ્કેલી છે તો આમળાના બીજમાંથી બનાવેલો પાઉડર વરદાન સાબિત થાય છે. આ સિવાય પાઉડરને હૂંફાળા પાણીમાં નાખીને પી શકાય છે.
પિમ્પલ
આમળાના બીજનો ઉપયોગ તમે સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓ માટે પણ કરી શકો છો. જેના માટે સુકા આમળાના બીજને નારિયેળ તેલમાં નાખી દો અને તેની પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને એવી જગ્યાએ લગાવો જ્યાં ખીલ થયા છે. જેનાથી તમને ફટાફટ ફાયદો થશે.
હેડકી
તમારામાંથી ઘણા લોકો એવા છે, જે તીખુ ખાવુ અથવા પછી કોઈ અન્ય કારણોથી હેડકી આવે છે, એવામાં તમે આમળાના બીજમાંથી બનાવેલા પાઉડરને મધની સાથે મિલાવીને ખાવો જોઈએ. જેનાથી હેડકીમાંથી તાત્કાલિક છૂટકારો મળી શકે છે.