Monday, May 20, 2019

KBCમાં આ રીતે રજિસ્ટ્રેશન કરીને કમાઓ કરોડો રૂપિયા

KBCમાં આ રીતે રજિસ્ટ્રેશન કરીને કમાઓ કરોડો રૂપિયા
અમિતાભ બચ્ચને રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ (KBC)''ની 10મી સિઝનમાં ઇન્ટ્રોડક્શન પાર્ટનું રેકોર્ડિંગ શરૂ કરી દીધું છે.
 

અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યુ કે ''સવારના 4:45 વાગ્યા છે કામથી પરત ફર્યો છું શુક્રવારે સવારે 8 વાગે KBCનું રેકોર્ડિંગ શરૂ કરીશ.''

કૌન બનેગા કરોડપતિ (KBC)ની 10મી સિઝન માટે 6 જૂનથી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે. ઓગસ્ટમાં લોન્ચ થશે. KBCની 10મી સિઝનમાં 30 એપિસોડ ટેલિકાસ્ટ થશે.

આ રીતે કરો રજિસ્ટ્રેશન:
રજિસ્ટ્રેશન પ્રોસેસની વાત કરવામાં આવે તો 6 જૂનથી બિગ બી દરરોજ રાતે 8.30 વાગે ટેલિવિઝન પર ઑડિયન્સને એક સવાલ કરશે. ગેમ શો માટે ઓડિયન્સે સવાલનો જવાબ આપીને રજિસ્ટ્રર કરાવવાનું રહેશે. સવાલના જવાબ SMS IVRSની સિવાય સોની LIVની મદદથી આપી શકો છો. આ પ્રોસેસ 20 જૂન સુધી ચાલશે. સૌથી વધારે સવાલનો જવાબ આપનારા લોકોને ઓડિશનમાં બોલાવવામાં આવશે.

ગત વખતની જેમ જ આ વર્ષે પણ ગેમ શોના ફોર્મેટમાં કેટલાક બદલાવ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન 2000માં  'કૌન બનેગા કરોડપતિ (KBC)'થી ટેલિવિઝનની દુનિયામાં એન્ટ્રી કરી હતી.

KBC 9માં ટીવી TRPમાં ઘણા શોઝને પછાડીને ટૉપ પર પહોંચ્યો હતો. હોસ્ટ અમિતાભ બચ્ચન અને ઘણા શાનદાર કન્ટેસ્ટન્ટને કારણથી આ શો ઓડિયન્સને ખૂબ જ પસંદ કર્યો હતો.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ