નવી દિલ્હી / અમિત શાહ કોવિડ રિકવરી બાદ પહેલી વાર પહોંચ્યા ઓફિસ, મહત્વના મુદ્દાઓ પર કરી બેઠક

Amit Shah holds first review meeting at North Block after COVID recovery

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે પોતાના મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક કરી. આ બેઠકમાં ગૃહ મંત્રીએ ઘણા મહત્વપૂર્ણ અને પ્રમુખ મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરી. અમિત શાહ સારવાર બાદ એમ્સમાંથી રજા આપ્યા પછી પહેલી વાર કોઇ બેઠકની અધ્યક્ષતા માટે પોતાના નોર્થ બ્લોક સ્થિત પોતાની ઓફીસે આવ્યાં હતા. આ બેઠકમાં ગૃહ સચિવ અજય ભલ્લા અને અન્ય વરિષ્ઠ અધિકારી સામેલ થયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ