બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Amit Chavda, Congress will adopt a fierce, legal path without getting the post of Leader of the Opposition

નિવેદન / વિપક્ષ નેતાનું પદ ન મળતા કોંગ્રેસ ઉગ્ર, કાયદાકીય રસ્તો અપનાવશે અમિત ચાવડા, જુઓ શું કર્યું એલાન

Priyakant

Last Updated: 12:53 PM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભામાં પુરતું સંખ્યા બળ ન હોવાથી કોંગ્રેસને વિપક્ષનું પદ મળશે નહી. હવે અમિત ચાવડાએ કહ્યું, કોંગ્રેસ વિપક્ષના પદ મુદ્દે લીગલ ઓપિનિયન લેશે

  • વિપક્ષ નેતાના પદ મુદ્દે બોલ્યા અમિત ચાવડા
  • કોંગ્રેસ લીગલ ઓપિનિયન લેશે: અમિત ચાવડા
  • સરકાર સત્તાના મદમાં નિર્ણયો કરી રહી છે: અમિત ચાવડા 
  • બીજા પક્ષને વિપક્ષનું પદ મળે તેવો નિયમ છે- અમિત ચાવડા

ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રની શરૂઆત વચ્ચે વિધાનસભામાં વિપક્ષ નેતાના પદ મુદ્દે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, પુરતું સંખ્યા બળ ન હોવાથી કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું પદ મળશે નહી. જેને લઈ હવે અમિત ચાવડાએ કહ્યું છે કે, કોંગ્રેસ વિપક્ષના પદ મુદ્દે લીગલ ઓપિનિયન લેશે. આ સાથે કહ્યું કે, બીજા પક્ષને વિપક્ષનું પદ મળે તેવો નિયમ છે. 

ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ હવે વિધાનસભામાં વિપક્ષનું પદ નહિ મળવાને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર સત્તાના મદમાં નિર્ણયો કરી રહી છે. સરકાર સામે અમે પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહીશું. કોંગ્રેસ વિપક્ષના પદ મુદ્દે લીગલ ઓપિનિયન લેશે તેવું અમિત ચાવડાએ જણાવ્યું છે. તો વળી વિધાનસભામાં બીજા પક્ષને વિપક્ષનું પદ મળે તેવો નિયમ હોવાનું પણ કહ્યું છે. 

શું છે સમગ્ર મામલો ?  
વાત જાણે એમ છે કે, વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ નહીં મળે. પુરતું સંખ્યા બળ ન હોવાથી કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું પદ મળશે નહી. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે માંગ કરવામાં વિલંબ કર્યો હોવાની વાત પણ સામે આવી છે. જેનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લીધો છે. વિધાનસભામાં વિપક્ષ પદ માટે 10 ટકા સંખ્યાબળ હોવુ જરૂરી છે પરંતુ પુરતુ સંખ્યાબળ ન હોવાથી વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસને મળશે નહીં. 

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા આ નિમણુક કરવામાં આવી છે. આજથી વિધાનસભાની બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે 22મીએ બજેટ સત્ર પહેલાની અંતિમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. બજેટમાં પેપરલીક વિરોધી બિલને સરકાર દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવી શકે છે. વધુમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 24 ફેબ્રુઆરીએ પોતાનું બીજુ બજેટ રજૂ કરશે અને નાણાં મંત્રી કનુ પટેલ વિધાનસભામાં નાણાપ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. મહત્વનું છે કે, આ બજેટ સત્ર 29 માર્ચ સુધી ચાલશે આ દરમિયાન બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક 2023 પણ રજૂ કરાઈ શકે છે.

કોંગ્રેસ પક્ષ દ્રારા હોદ્દેદારોની વરણી કરાઈ
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દ્રારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં કોંગ્રેસ પક્ષના દંડક તરીકે ડો.સી.જે.ચાવડાને નિમણુક કરાઈ છે તો ઉપ દંડક તરીકે કિરીટ પટેલ અને વિમલ ચુડાસમા તેમજ ઈમરાન ખેડાવાલાની વરણી કરવામાં આવી છે. વધુમાં દિનેશભાઈ ઠાકોરને કોંગ્રેસના ખજાનચી બનાવવામાં આવ્યા છે. એજ રીતે ડો.તુષાર ચૌધરી અને જીગ્નેશ મેવાણીને કોંગ્રેસના પ્રવક્તા તરીકે નિમણૂક કરાઈ છે. વધુમાં ગેનીબેન ઠાકોર, અનંત પટેલ અને કાંતિભાઈ ખરાડીની પણ પ્રવક્તા તરીકે વરણી કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
 
25 દિવસ સુધી ચાલશે બજેટ સત્ર
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. મળતી જાણકારી અનુસાર, 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે. 25 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ