બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Amidst the heavy wave of BJP, five AAP candidates fought in Gujarat, know who these people are

જનાદેશ / AAPની રેવડી ન ચાલી, ઈટાલિયા, ઇસુદાન હાર્યા, આ 5 બેઠકોએ લાજ રાખી

Vishal Khamar

Last Updated: 10:26 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ભાજપની ભારે લહેર વચ્ચે આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે. આ અહેવાલમાં જાણો તમારા પાંચ હીરો કોણ છે જે ગુજરાતમાં જીત્યા

  • ગુજરાતમાં ભાજપની  ભારે લહેર વચ્ચે આપના ઉમેદવાર જીત્યા
  • આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારો ચૂંટણી જીત્યા
  • ચૂંટણીના પરિણામો આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમે આવી

 ગુજરાતમાં ભાજપ સતત સાતમી વખત સત્તા પર પહોંચી છે. એટલું જ નહીં, ભાજપ બે તૃતીયાંશ બેઠકો મેળવીને ઈતિહાસ રચવાના માર્ગે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ બીજા ક્રમે જ્યારે આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરનાવ આદ આદમી પાર્ટીના માત્ર પાંચ ઉમેદવારો જ ચૂંટણી જીતી શક્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપના ગુજરાતના કિલ્લાને તોડવામાં મદદ કરવા બદલ રાજ્યની જનતાનો આભાર માન્યો છે. આ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટીની જીતને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપના તોફાન છતાં ગુજરાતમાં જીતનાર આપના પાં હીરો કોણ છે. ચાલો જાણીએ આ અહેવાલમાં...

દેડિયાપાડા
વિધાનસભા બેઠક પરથી આપના ઉમેદવાર ચૈતરભાઈ દામજીભાઈ વસાવાએ કોંગ્રેસના જર્મબેન શુકલાલ વસાવાને હરાવ્યા છે. ચૈતરભાઈ દામજીભાઈ વસાવાને 10343 મત જ્યારે જર્મબેન શુક્લને 12587 મત મળ્યા છે. જ્યારે ભાજબના હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 63151 મત મળ્યા છે.

બોટાદ બેઠક પરથી મકવાણા ઉમેશભાઈ નારણભાઈ આપના ઉમેદવાર હતા ત્યારે તેમણે ભાજપના ઘનશ્યામભાઈ  પ્રાગજીભાઈ  વિરાણીને હરાવ્યા હતા. મકવાણા ઉમેશભાઈ નારણભાઈને 80581 જ્યારે ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ વિરાણીને 77802 મત મળ્યા હતા.

સુધીરભાઈ વાઘાણી
આદ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીરભાઈ વાઘાણીએ ગારિયાધાર વિધાનસભા  બેઠક પરથી ભાજપના નાકરાણી કેશુભાઈ હીરજીભાઈને હરાવ્યા છે. સુધીરભાઈ વાઘાણીને 60944 જ્યારે કેશુભાઈ હિરજીભાઈને 5625 મત મળ્યા હતા.

ભૂપેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણી વિસાવદર વિધાનસભા  બેઠક પરથી ભુપેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણીએ ભાજપના હર્ષદકુમાર માધવજીભાઈ રિબડીયાને હરાવ્યા છે. ભાયાણીને 66210 મત જ્યારે હર્ષદકુમાર માધવજીભાઈ રિબડીયાને 59417 મત મળ્યા છે.

જામ જોધપુર બેઠક પર આહીર હેમંતભાઈ હરદાસભાઈએ ભાજપના ચીમનભાઈ સાપરીયાને હરાવ્યા છે. આહીર હેમંતભાઈ હરદાસભાઈને 71397 મત મળ્યા જ્યારે ચીમનભાઈ સાપરીયાને 60994 મતથી સંતૌષ માનવો  પડ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

BJP Election Five candidates aap won આપ ચૂંટણી જીત્યા પાંચ ઉમેદવાર ભાજપ Vidhansabha Election 2022
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ