બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / American doctors transplanted pig heart in human successfully created history medical miracle

નવા જીવનની આશા! / મેડિકલ સાયન્સનો ચમત્કાર! માણસના શરીરમાં ધડકશે ભૂંડનું હ્રદય, ડોકટરોએ રચ્યો ઇતિહાસ

Mayur

Last Updated: 08:59 AM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ડોકટરોએ એક માણસમાં ભૂંડનું હ્રદય સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને તેને નવા વરસમાં નવી જિંદગીની ભેટ આપી હતી. આ મેડિકલ જગતનો ચમત્કાર છે અને ઇતિહાસ રચાઇ ગયો છે.

અમેરિકન સર્જનોએ નવા વર્ષના પ્રથમ મહિનામાં જ મોટી સફળતા હાંસલ કરી છે. તેણે જીનેટિકલી મોડિફાઈડ ડુક્કરના હૃદયને 57 વર્ષના માણસમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને ઈતિહાસ રચી દીધો છે.

મેડિકલ જગતનો મિરેકલ 
વિશ્વના મેડિકલ જગત માટે આ એક સારા સમાચાર છે. આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. આનાથી હૃદયની ગંભીર બિમારીઓથી પીડિત લાખો લોકો માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનનો નવો માર્ગ ખુલ્યો છે. યુએસ ડ્રગ રેગ્યુલેટર FDA એ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આ સર્જરી માટે મંજૂરી આપી હતી. પિગ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે આ કટોકટીની મંજૂરી એ 57 વર્ષીય પીડિત વ્યક્તિનો જીવ બચાવવાનો છેલ્લો ઉપાય હતો.

ડેવિડની હાલત હવે સુધરી રહી છે
બેનેટ ટ્રેડિશનલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શક્યા ન હોત, તેથી અમેરિકન ડોકટરોએ આ મોટો નિર્ણય લીધો હતો અને એક ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું . યુનિવર્સિટીના નિવેદન અનુસાર પીડિત ડેવિડ બેનેટની હાલત નાજુક હતી. તેથી તેનો જીવ બચાવવા માટે જીનેટિકલી મોડિફાઈડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ડેવિડની હાલત હવે સુધરી રહી છે અને નવું અંગ કેવી રીતે કામ કરી રહ્યું છે તે જોવા માટે તેની નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે કરી જાહેરાત 


શુક્રવારે આ ઐતિહાસિક સર્જરી પૂર્ણ થઈ હતી. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે સોમવારે એક નિવેદન જારી કરીને આ સર્જરી અંગે મીડિયાને માહિતી આપી હતી. આ સર્જરી પ્રાણીઓના અંગોના માનવમાં પ્રત્યારોપણની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

એક તરફ મૃત્યુ હતું, તો બીજી તરફ નવા જીવનની આશા 
મેરીલેન્ડમાં રહેતા ડેવિડે સર્જરીના આગલા દિવસે કહ્યું હતું કે તેની સામે માત્ર બે જ રસ્તા છે. એક તરફ મૃત્યુ હતું તો બીજી તરફ આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવા જીવનની આશા. અંધારામાં જીવનનો પીછો કરવો એ મારો છેલ્લો વિકલ્પ હતો. બેનેટ છેલ્લા ઘણા મહિનાઓથી હાર્ટ-લંગ બાયપાસ મશીનની મદદથી પથારીમાં જીવી રહ્યા હતા. તેને આશા છે કે હવે તે ફરીથી ઉભો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ