અમેરિકામાં એર શૉ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. 2 ઊડતાં વિમાનો એર શૉ દરમિયાન એકબીજાની સાથે ટકરાતાં આગ લાગી ગઇ હતી, જેમાં 6 લોકોનું મૃત્યુ થયું છે.
અમેરિકામાં એર શૉ દરમિયાન થઇ મોટી દુર્ઘટના
એર શૉમાં બે વિમાન વચ્ચે થઇ ભીષણ ટક્કર
છ લોકોના મોત, ઘટનાનો વીડિયો પણ વાયરલ
અમેરિકાના ટેક્સાસમાં એરશો થઈ રહ્યો હતો જેમાં અચાનક જ બે વિમાન વચ્ચે ભીષણ ટક્કરના કારણે છ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ ટક્કર દરમિયાનનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જે જોઈને રૂંવાડા ઊભા થઈ જશે.
Mid-air collision in Dallas, Texas this afternoon. 🥺
નોંધનીય છે કે મિલીટરીના બે એરક્રાફ્ટ વિમાન હવામાં ઊડી રહ્યા હતા અને કરતબ બતાવવા દરમિયાન એક નાનું વિમાન મોટા વિમાનને જોરદાર ટક્કર મારે છે જે બાદ બંને વિમાનના ફૂરચા ઊડી ગયા. 12મી નવેમ્બરે બપોરે 12 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે.
વિમાનો ટકરાઇને પડ્યાં જમીન તરફ
બે વિમાન એક બોઇંગ બી-17 અને બીજું એક નાનું વિમાન બેલ પી-63 કિંગકોબરા શનિવારે અમેરિકાનાં ડલાસમાં એક એર શૉ દરમિયાન હવામાં એકબીજાંથી ટકરાઇ ગયાં. ત્યારબાદ બંને વિમાનો તરત જ જમીન પર પટકાયા અને આગનાં ગોળાઓમાં બદલાઇ ગયાં. યૂએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન FAA એ કહ્યું કે બંને પ્લેનનાં પાયલટોની સ્થિતિ હાલમાં સ્પષ્ટ નથી.
OMG - two planes collided at ‘Wings Over Dallas’ air show today
દુર્ઘટના બાદ 40થી વધુ ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને છ લોકોના નિધન થયા હોવાની માહિતી સામે આવી રહી છે.
તાત્કાલિક તપાસ થઇ શરૂ
સૂત્રો અનુસાર વાયુસેનાનાં સ્મારક વિંગ્સનાં ડલાસ શો દરમિયાન આ દુર્ઘટના બની છે. તેમણે કહ્યું કે એફએએ અને રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.