અમદાવાદ મહાનગર પાલિકાની બે-ધારી નીતિ સામે આવી છે.પહેલા હેરિટેજ મકાનો તોડી પડયા.હવે સિંગલ વિન્ડો સિસ્ટમ શરુ કરી
હેરિટેજ મકાનો માટે 'સિંગલ વિન્ડો'સિસ્ટમ
ધરમ- ધક્કા ના ખાવા પડે તેવું આયોજન
AMCના હેરિટેજ મકાન માટેના માપદંડ જૂદા કેમ ?
અમદાવાદ મહાનગર પાલિકાએ હેરીટેજ મકાન ધારકો માટે નવી યોજના બહાર પાડી છે. હેરિટેજ મકાનધારકોએ ટીડીઆર લેવા કે રીનોવેશન -રીપેરીંગ માટે અલગ-અલગ વિભાગોમાં ધક્કા ખાવા પડતા હતા તેમાંથી છુટકારો થશે. આ માટે મહાનગર પાલિકા સિંગલ વિન્ડો સિસ્ટમ અમલી બનાવી રહી છે.
કેવી રીતે થશે કામ
મહાનગરપાલિકાએ સિંગલ વિન્ડો સિસ્ટમ શરુ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત હેરિટેજ પ્રકારના મકાન ધારકોએ ઝોન-ટેક્સ ખાતું,,રોડ વિભાગ ઉપરાંત વિવિધ વિભાગોમાં અરજી કરવાની રહેતી હતી જેમાં મકાનનું રીનોવેશન હોય,રીપેરીંગ હોય તેને માટે અરજીઓ કરવા અહીંથી-તહીં જવું પડતું હતું.હવે માત્ર હેરિટેજ વિભાગમાં જ અરજી કરવાથી ટીડીઆર મેળવી શકાશે કોર્પોરેશન દ્વારા હેરિટેજ મકાન ધારકોણે મકાનના ગ્રેડના આધારે 30થી 50 ટકા ટ્રાન્સફરેબલ રાઈટ્સ એટલે કે ટી ડી આપવમાં આવે છે.આ ટીડીઆર મકાન ધારકોને આર્થિક મદદ પણ કરે છે.બીલ્ડરોને જરુર પ્રમાણે ટી ડી આર વેચી મકાનધારક કમાણી કરી શકે છે..હવે આવા ટીડીઆર મેળવવા તેમજ મકાન રીપેરીંગ માટે અરજી કરવામી પ્રક્રિયા સીગલ વિન્ડો કરતા સરળ બની છે.અત્યાર સુધી 28 જેટલા લોકોએ ટી ડી આર ની મંજૂરી લીધી છે તો 8 જેટલી અરજીઓ પેન્ડિંગ છે.
મહાપાલિકાની બે-ધારી નીતિ
એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા હેરીટેજ સીટી અને ઐતિહાસિક વારસાની જાળવણી માટે કહે છે,પરંતુ,બીજી તરફ હેરિટેજ વારસાને જાળવવામાં નિષ્ફળ ગયું છે શહેરમાં 13 જેટલા હેરિટેજ મકાનો તોડી ભવ્ય અને ઐતહાસિક વારસાને નુકસાન પહોચાડાયું.ત્યાં સુધી તંત્રએ કોઈ સુધ ના લીધી. ત્યારબાદ સીલ મારવાની કાર્યવાહીનો દેખાવ કરવામાં આવ્યો. શહેરમાં બે હજારથી વધુ હેરિટેજ મકાનો છે ત્યારે આ મકાનોની ઓળખ થઇ શકે તે માટે મકાનો પર હેરીટેજ સિમ્બોલ લગાવવામાં આવ્યા છે હેરિટેજ મકાનની મરામત કરાવવી હોય ત્યારે તેના પ્લાનની પણ જરૂર પડે છે હેરિટેજ વારસાને નુકસાન ન થાય તે રીતે મકાન રીપેર કરાવી શકાય છે ત્યારે કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી હેરીટેજ મકાનનો પ્લાન નિ;શુલ્ક કાઢી આપવામાં આવે છે જેનો અત્યાર સુધી 300 લોકોએ લાભ લીધો છે..
મહાનગર પાલિકા અમદાવાદની આ બે-ધારી નીતિથી હવે જે બચેલા હેરિટેજ આવાસ છે તેઓને સિંગલ વિન્ડો સિસ્ટમનો લાભ ચોક્કસથી મળશે.પરંતુ જે મકાનો હેરિટેજમાં આવતા હતા તેને તોડી પાડવામાં આવ્યા તેઓને ભાગે વેઠવાનું જ આવ્યું છે.