બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / AMC's sealing campaign in evidence: 9377 commercial properties locked in 10 months

કાર્યવાહી / AMCની સીલિંગ ઝુંબેશ પુરબહારમાંઃ 10 મહિનામાં 9377 કોમર્શિયલ મિલકતને મરાયાં તાળાં

Priyakant

Last Updated: 04:38 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુનિ. સત્તાધીશોની સીલિંગ ઝુંબેશના પગલે કડકડતી ઠંડીના દિવસોમાં પણ ડિફોલ્ટર્સ પોતાની દુકાન, ઓફિસ કે ગોડાઉનને લાગેલાં તંત્રનાં સીલને ખોલાવવા માટે દોડતા થયા

  • અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટર્સ સામે AMC આકરા પાણીએ
  • ખાસ અભિયાન હેઠળ પૂર્વ ઝોનમાં સૌથી વધુ 1942 મિલકત સીલ
  • 10 મહિનામાં 9,377 કોમર્શિયલ મિલકતને તાળાં મરાયાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશ હેઠળ તેના ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતને સીલ મરાઈ રહ્યાં છે. આ સીલિંગ ઝુંબેશ હેઠળ તંત્ર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં ગત તા.1 એપ્રિલ, 2022થી તા.21 જાન્યુઆરી, 2023 સુધીમાં કુલ 9377 મિલકતને તાળાં મરાયાં છે. મ્યુનિ. સત્તાધીશોની આ સીલિંગ ઝુંબેશના પગલે કડકડતી ઠંડીના આ દિવસોમાં પણ ડિફોલ્ટર્સ પોતાની દુકાન, ઓફિસ કે ગોડાઉનને લાગેલાં તંત્રનાં સીલને ખોલાવવા માટે દોડતા થઈ ગયા છે.

ફાઇલ તસવીર 

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓ માટે તંત્ર દ્વારા બાકી વ્યાજની રકમ માટે ખૂબ જ પ્રોત્સાહક રિબેટ યોજના અમલમાં મુકાઈ છે. ગત તા. 6 જાન્યુઆરી, 2023થી અમલમાં મુકાયેલી રિબેટ યોજના ત્રણ તબક્કામાં હોઈ છેક તા. 31 માર્ચ, 2023 સુધી ચાલશે. એક તરફ સત્તાવાળાઓ વધુ ને વધુ કરદાતાઓ ઉત્સાહથી તેમના બાકી પ્રોપર્ટી ટેક્સની ભરપાઈ કરે તેવા પ્રયાસ કરી રહ્યા છે, બીજી તરફ તંત્રના આવા પ્રયાસો છતાં પણ એક અથવા બીજા કારણસર પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરવાનું ટાળનારા કરદાતાઓ પણ છે. 

ઝીરો ટોલરન્સ પોલિસી 
એક અથવા બીજા કારણસર પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરવાનું ટાળનારા ડિફોલ્ટર્સ સામે તંત્રે ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવી છે.  જે અંતર્ગત બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા જોરશોરથી સીલિંગ ઝુંબેશ હાથ ધરાઈ છે. ખાસ કરીને રૂ.50,000 કે તેથી વધુ રકમનો બાકી પ્રોપર્ટી ટેક્સ તંત્રના ચોપડે બોલતો હોય તેવા ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતને તંત્રનાં સીલ લાગી રહ્યાં છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23ની તા.1 એપ્રિલ, 2022ના પ્રારંભથી તા. 21 જાન્યુઆરી, 2023 સુધીમાં ડિફોલ્ટર્સની કુલ 9377  કોમર્શિયલ મિલકતને તંત્રે સીલ માર્યાં છે. સીલિંગ ઝુંબેશ હેઠળ તંત્ર દ્વારા મળેલા સત્તાવાર આંકડાને તપાસતાં પૂર્વ ઝોનમાં આ મામલે રીતસરનો સપાટો બોલાવાયો હોવાનું જાણવા મળે છે, કેમ કે આ ઝોનમાં સૌથી વધુ 1942 કોમર્શિયલ મિલકતને તંત્રનાં તાળાં લાગી ચૂક્યાં છે.

સીલિંગ ઝુંબેશની ધબધબાટી
પૂર્વ ઝોન બાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સીલિંગ ઝુંબેશની ધબધબાટી બોલાવાઈ છે. આ ઝોનમાં તંત્રે કુલ 1664 મિલકતને સીલ માર્યાં છે. સીલિંગના મામલે પૂર્વ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન બાદ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કુલ 1337મિલકતને સીલ કરાઈ હોઈ આ ઝોન ત્રીજા ક્રમાંકે આવે છે. શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા અને મ્યુનિ. તિજોરીને ટેક્સ આવકથી છલોછલ કરી દેનારા પશ્ચિમ ઝોનમાં તંત્રે કુલ 1096 , દક્ષિણ ઝોનમાં કુલ 1250, મધ્ય ઝોનમાં કુલ 1212અને ઉત્તર ઝોનમાં સૌથી ઓછી કુલ 838 મિલકતને તંત્રે સીલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

પશ્ચિમ ઝોનમાં ચાર દિવસમાં 157 મિલકત સીલ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં ગત 17 જાન્યુઆરીએ 69, 18 જાન્યુઆરીએ 21, 19 જાન્યુઆરીએ 23, 20 જાન્યુઆરીએ 20 અને 21 જાન્યુઆરીએ 22 મિલકત મળીને કુલ 157 મિલકતને તાળાં મરાયાં છે, જેનાથી તંત્રને કુલ રૂ.4.92 કરોડની આવક થઈ છે. આમ, સીલ ઓછાં મારીને પણ તંત્રને તેને ફરી ખોલાવવા માટે વધુ રકમ મળી છે. પશ્ચિમ ઝોનમાં અત્યાર  સુધીમાં પ્રોપર્ટી ટેકસની આવક પેટે સૌથી વધુ રૂ. 232 કરોડ ઠલવાઈ ચૂક્યા છે.

ડિફોલ્ટર્સની મિલકતની હરાજી પણ કરાશે 
તંત્રની નોટિસ તેમજ ચેતવણીઓ પ્રત્યે બેદરકારી દાખવનારા ડિફોલ્ટર્સની મિલકતનાં પાણી-ડ્રેનેજનાં કનેક્શન કાપવા ઉપરાંત તેમની મિલકત જપ્ત કરી તેની જાહેર હરાજી કરતાં પણ તંત્ર ખચકાટ નહીં અનુભવે.આમ તો 6જાન્યુઆરીથી તંત્રે સીલિંગ ઝુંબેશને સઘન બનાવી છે, પરંતુ 18 જાન્યુઆરીએ કુલ 290, 19જાન્યુઆરીએ કુલ 335, 20 જાન્યુઆરીએ કુલ 241  અને 21 જાન્યુઆરીએ 287 મિલકત મળીને માત્ર 4 દિવસમાં કુલ 1152 મિલકતને તંત્રનાં તાળાં લાગતાં ડિફોલ્ટર્સમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ