બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMC designates 42 hospitals as covid hospitals will spare 50 percent beds as government hospital
ADVERTISEMENT
અમદાવાદમાં કોરોના સંકટની જવાબદારી ACS ડો. રાજીવ ગુપ્તાને સોંપાયા બાદ એક પછી એક નિર્ણયો અને ગાઈડલાઈન બહાર આવી રહ્યા છે. AMC દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી કે કૉવિડ-19ના દર્દીઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકશે જેનો ખર્ચ અમદાવાદ મનપા ભોગવશે. આ જ સંદર્ભે AMCએ 42 ખાનગી હોસ્પિટલોને કોવિડ 19 હોસ્પિટલ જાહેર કરીને તેમના 50 ટકા બેડ સરકારી રહેશે જેનો ખર્ચ સરકાર ભોગવશે, જ્યારે અન્ય 50 ટકા બેડ ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા ભાવ મુજબ વસૂલી શકશે તેવી જાહેરાત કરી છે.
અમદાવાદની કઈ 42 હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
ADVERTISEMENT
| 1 | STARLING CANCER HOSPITAL.PAKWAN CHAR RASTA |
| 2 | HCG HOSPITAL,MITHAKALI, NAVRANGPURA |
| 3 | NARAYANI MULTI-SPECILITY HOSPITAL,RAKHIYAL CHAR RASTA SAVIOUR HOSPITAL,NAVRANGPURA |
| 4 | SAVIOUR HOSPITAL,NAVRANGPURA |
| 5 | SHALBY MULTI-SPECIALITY HOSPITAL, VIJAY CHAR RASTA,NAVRANGPURA. |
| 6 | SHALBY MULTISPECIALITY HOSPITAL NARODA |
| 7 | TAPAN HOSPITAL,ANANDNAGAR CHAR RASTA, SATELLITE |
| 8 | SPANDAN HOSPITAL |
| 9 | CIMS HOSPITAL |
| 10 | GLOBAL HOSPITAL |
| 11 | G.S.C HOSPITAL |
| 12 | KOTHIA HOSPITAL |
| 13 | NARAYANA HOSPITAL |
| 14 | SINDHU HOSPITAL |
| 15 | STAR HOSPITAL |
| 16 | ANAND SURGICAL HOSPITAL |
| 17 | RUDRAKSH HOSPITAL |
| 18 | KARNAVATI SUPER SPECIALITY HOSPITAL |
| 19 | SARASWATI HOSPITAL |
| 20 | BOPAL ICU & TRAUMA CENTER HOSPITAL |
| 21 | SARDAR HOSPITAL |
| 22 | RATAN HOSPITAL |
| 23 | SUSHRUSHAH HOSPITAL |
| 24 | BODYLINE HOSPITAL |
| 25 | JIVRAJ MEHTA HOSPITAL |
| 26 | SMS HOSPITAL |
| 27 | ARTHAM HOSPITAL |
| 28 | SHREY HOSPITAL |
| 29 | AIMS HOSPITAL |
| 30 | SOLAR HOSPITAL |
| 31 | SANJIVANI HOSPITAL-VASTRAPUR |
| 32 | MEDILINK HOSPITAL SHYAMAL CHAR RASTA |
| 33 | SAL HOSPITAL- THALTEJ |
| 34 | APOLLO CVHF-PAKWAN CHAR RASTA |
| 35 | RAJASTHAN HOSPITAL-SHAHIBAUG |
| 36 | AMENA KHATUN HOSPITAL - JUHAPURA |
| 37 | PUKHRAJ HOSPITAL SABARMATI |
| 38 | CENTRAL UNITED HOSPITAL ODHAV |
| 39 | TRISHA HOSPITAL-VADAJ |
| 40 | SMV HOSPITAL - CITY PULSE GANDHINAGAR |
| 41 | SVP HOSPITAL-VAISHNODEVI CIRCLE S.G.HIGHWAY |
| 42 | LIFE CARE HOSPITAL - SARDAR PATEL COLONY NR. STADIUM |

ADVERTISEMENT
કઈ શરતોનું પાલન કરવાનું રહેશે?
ફક્ત આ 42 જ નહીં AMCની હદમાં આવતી કોઈ પણ હોસ્પિટલ કોર્પોરેશને નક્કી કરેલા ચાર્જથી વધુ ફી નહીં વસુલી શકે તેવી તાકીદ કરાઈ છે. આ ભાવો આ પ્રમાણે છે.
ADVERTISEMENT
| બેડ | સરકારી બેડ માટે ફી (ખાલી) | સરકારી બેડ માટે ફી (ભરેલા) | ખાનગી બેડ માટે મહત્તમ ફી |
| વોર્ડ | 720 | 4500 | 10,000 |
| HDU | 1080 | 6750 | 14000 |
| આઈસોલેશન + ICU | 1440 | 9000 | 19000 |
| વેન્ટિલેશન + આઈસોલેશન + ICU | 1800 | 11250 | 23000 |
* સરકારી બેડનો ખર્ચ સરકારી તંત્ર ચૂકવશે
ADVERTISEMENT
જો કે આ નક્કી કરેલ ફીમાં ડાયાલિસીસની કિંમત ઉમેરાશે નહીં, એક વખત ડાયાલિસીસ માટે 1650 Rs.ચૂકવવાના રહેશે
આ સિવાય આ નક્કી કરેલ ફીમાં Tocilizumab દવા, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની વિઝીટ, સ્પેશિયલિસ્ટ લેબ ટેસ્ટ ની ફી સામેલ કરવામાં આવેલ નથી. ઉપર નક્કી કરવામાં આવેલ ફીમાં બે ટાઈમનું ભોજન, સવાર-સાંજની ચા અને નાસ્તો મળશે.
ADVERTISEMENT

આ સાથે એમ પણ હુકમ કરવામાં આવ્યો છે કે આ 42 હોસ્પિટલની અંદર અત્યારે કોઈ પણ પ્રકારના ફેરફારો કરતા પહેલા AMCની મંજૂરી લેવી ફરજિયાત હશે. આ ઉપરાંત એ પણ હુકમ કરવામાં આવ્યો છે કે બંને વિભાગના દર્દીઓની સારવારમાં કોઈ પ્રકારનો ભેદભાવ ન કરવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.