બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal's Big Forecast on Cyclone to Monsoon

વરસાદી માહોલ / વાવાઝોડાથી લઇને ચોમાસા પર અંબાલાલની મોટી આગાહી, જાણો ગુજરાતમાં ક્યારથી પધારશે મેઘરાજા

Malay

Last Updated: 12:25 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, કેરળમાં 7, 8,9 જૂને વરસાદ આવી જશે, ગુજરાતમાં ચોમાસુ સમયસર આવવાની શક્યતા છે.

 

  • રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલે આગાહી
  • વાવાઝોડાની પ્રક્રિયા અરબ સાગરમાં શરૂઃ અંબાલાલ પટેલ
  • દરિયામાં ભારે હલચલ જોવા મળશેઃ અંબાલાલ પટેલ

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની પ્રક્રિયા અરબ સાગરમાં શરૂ થઈ છે. અત્યારે વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે. જોકે, વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાશે. વાવાઝોડાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે.

વર્ષનું પ્રથમ વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં: આ વિસ્તારોમાં પડી શકે ભારે  વરસાદ, હવામાન વિભાગે આપી દીધું એલર્ટ | 2022 first cyclone asani about to  knock imd ...

દરિયામાં જોવા મળશે ભારે હલચલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 7, 8, 9 જૂનના રોજ દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સમુદ્રમાં ઉચાં મોજા ઉછળશે. આ દરમિયાન કેરળમાં વરસાદ આવી શકે છે. ગુજરાતમાં 15 જૂન સુધીમાં વરસાદ આવી શકે છે. આ વાવાઝોડાની અસર ગુજરાતમા જોવા મળશે. તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આપશે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 7, 8, 9 જૂને કેરળમાં વરસાદ આવી જશે. ગુજરાતમાં ચોમાસું સમયસર આવવાની શક્યતાઓ છે. 

અંબાલાલની આગાહી: 27 એપ્રિલથી 3મે વચ્ચે ફરી ગુજરાતમાં થશે કમોસમી વરસાદની  એન્ટ્રી, રાજ્યના આ વિસ્તારોને ધમરોળશે | Meteorologist Ambalal Patel also  predicted ...

ઓમાન તરફ જઈ રહ્યું છે વાવાઝોડું
આ પહેલા હવામાન વિભાગે જણાવ્યું હતું કે,  અરબ સાગરમાં સર્ક્યુલેશન હવે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગયું છે. આ વાવઝોડું હવે સતત આગળ વધી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા ગુજરાત, ત્યાર પછી પાકિસ્તાન અને હવે આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં બનેલું આ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે લો પ્રેશર પણ બની ગયું છે. વર્તમાન સમયમાં જોવા મળી રહેલી પરિસ્થિતિ મુજબ આ વાવાઝોડું હવે ઓમાન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. જોકે, આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. 

દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદની શક્યતા
પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો જેમ કે વેરાવળ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, જામનગર, સુરત સહિતના આ વાવાઝોડું વિનાશ સર્જી શકે છે. પરંતુ અત્યારે આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું ભલે ઓમાનની તરફ જઈ રહ્યું હોય પરંતુ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.  આગામી 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર પર વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી રહી છે. 

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાએ બેથી ત્રણ વખત પોતાની દિશા બદલાવી છે, જેથી એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું હજું પણ પોતાની દિશા બદલી શકે છે. જ્યાં સુધી આ વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી માછીમારોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ