બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Ambalal Patel made a big prediction about rain

દે ધનાધન / અંબાલાલની મોટી આગાહી: ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, ચારે કોર થઈ જશે પાણી જ પાણી

Malay

Last Updated: 04:48 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનતા ગુજરાતમાં આગામી દિવસોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ.

  • રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદઃ અંબાલાલ


ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્ચારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.

મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મુંબઈના ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.  

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે.  આગામી તારીખ 13 સુધી તોફાની પવન અને મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે.

એમાંય આજની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે,  આજે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. જેમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ,  ભાવનગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની થવાની સંભાવના છે. 

તો આવતીકાલે એટલે કે 10મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી અને દમણમાં વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.  12મી સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં વરસાદની આગાહી છે.

24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા વિરામ બાદ ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગતરોજ મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ પારડીમાં સવા 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાપીમાં સવા 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ઉમરગામમાં 2.5 ઈંચ, ગણદેવીમાં 2.5 ઈંચ, અંકલેશ્વરમાં પોણા 2 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, ચિખલીમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ ખાબકતા લોકોને ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી રાહત મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ