બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Ambalal Patel and Paresh Goswami prediction about the monsoon set in Gujarat

ગુજરાત / હવામાન નિષ્ણાંતની આગાહી : અંબાલાલે કહ્યું- 8થી 15 જૂન સુધીમાં આવશે વરસાદ, પરેશ ગોસ્વામીએ કહ્યું જરૂરી નથી કે ચોમાસું વહેલું જ આવે

Khyati

Last Updated: 06:13 PM, 21 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાળઝાળ ગરમી વચ્ચે,ચોમાસાનું ક્યારે આગમન થશે.અને ક્યારે વરસાદ આવશે તેની રાહ જોવાઇ રહી છે.ત્યારે હવામાન નિષ્ણાંતોના મતે ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ પડે તેવી શક્યતા જણાવાઇ છે.

  • ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું
  • પ્રતિકૂળ વાતાવરણ સર્જાય તો મોડુ પણ બેસે ચોમાસુ- પરેશ ગોસ્વામી
  • 8 જૂનથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ શરુ- અંબાલાલ પટેલ

ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે રાજ્યમાં આ વર્ષ ચોમાસું વહેલું આવી પહોંચશે. ગુજરાતમાં આ વર્ષે ૨૦  જૂન આસપાસ ચોમાસાનું આગમન  થઈ જાય તેવી સંભાવના છે. જોકે, ચોમાસાના આગમન સુધી લોકોએ અસહ્ય ગરમીનો ત્રાસ સહન કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. જેના અનુસંધાને આગામી ચારથી પાંચ દિવસ સુધી કેરળ, કર્ણાટક સહિતના દરિયાકાંઠાના વિસ્તરોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે. ત્યારે ગુજરાતમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંતો દ્વારા શું આગાહી કરવામાં આવી તે જાણીએ 

જરુરી નથી ચોમાસુ વહેલા જ આવે- પરેશ ગોસ્વામી 

તો અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે  જરુરી નથી કે કેરળમાંચોમાસુ વહેલુ બેઠું એટલે ગુજરાતમાં પણ ચોમાસુ વહેલુ આવે. કારણ કે કેરળમાં અત્યારે ચોમાસુ બેસે તેવા સંપૂર્ણ પરિબળો અનુરુપ છે. પણ હવે જેમ જેમ ચોમાસુ આગળ વધે તેમ તેમ ખ્યાલ આવશે કે ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસશે. કારણ કે કેરળથી ચોમાસુ આગળ જાય પરંતુ હવામાન અનુકૂળ ન થાય તો ચોમાસુ સ્થિર થઇ જતુ હોય છે. એટલે જેમ ચોમાસુ આગળ વધશે તેમ તેની હવા કેવી હશે, તાપમાન કેવુ હશે ખાસ કરીને આઉટગોઇન્ગ લોંગ વેવ રેડિએશન કેવુ રહેળે તેની પરથી જ ગુજરાતમાં ચોમાસાની આગાહી કરી શકાય. હાલની સ્થિતિ જોતા લાગી રહ્યુ છે કે ગુજરાતમાં 15 જૂન પછી ચોમાસુ આવશે.  

15જૂને ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા- અંબાલાલ પટેલ 

હાલમાં ચોમાસુ સક્રિય થઇ ગયુ છે. 10 જૂન સુધી દ. ભારતના ઘણા ભાગોમાં ચોમાસુ પહોંચી જશે. ગુજરાતમાં વરસાદ 10મી જૂનની આસપાસ ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે. 8મી જૂનથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.  અને 15મી જૂન સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. આદરા નક્ષત્ર પૂર્વે ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. એટેલે આ વર્ષે ચોમાસુ થોડુ વ્હેલુ આવી તેવી શક્યતા રહેશે.  ખેડૂતો માટે શરુઆતનો વરસાદ સારો રહેશે.

ગરમીથી મળશે આંશિક રાહત- હવામાન વિભાગ

તો ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ  જોવા મળી શકે છે..પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે ત્યારે 25મી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે...હાલ રાજ્યમાં હીટવેવની અસર નહિવત હોવાના સમાચાર હવામાન વિભાગે આપતા ગરમીથી થોડી રાહત મળશે...સાથે જ કેટલાક વિસ્તારમાં 24 અને 25 મેના રોજ વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે... એટલે કે હવે આવનાર દિવસોમાં ગરમીથી આંશિક રાહત તમામ લોકોને મળશે તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના કારણે ઉકળાટનો સામનો કરવો પડી શકે છે....

 

છેલ્લા  7 વર્ષમાં ચોમાસાનું ગુજરાતમાં ક્યારે થયું આગમન

  • વર્ષ 2015          13 જુન 
  • વર્ષ 2016          22 જુન 
  • વર્ષ 2017          12 જુન 
  • વર્ષ 2018          3 જુન 
  • વર્ષ 2019          25 જુન
  • વર્ષ 2020          19 જુન 
  • વર્ષ 2021          17 જુન 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ