બ્રેકિંગ ન્યુઝ
VTV / Amarnath Yatra suspended from Jammu to Srinagar
vtvAdmin
Last Updated: 11:25 AM, 13 July 2019
જેના કારણે યાત્રીઓને આજરોજ જમ્મ-કાશ્મીરમાં જવા દેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં અલગાવવાદીઓએ એક દિવસના બંધનું એલાન કર્યું છે. આ અગાઉ 8 જૂલાઇના રોજ બુરહાનીની વરસી પર અલગાવવાદીઓએ વિરોધ પ્રદર્શનને રોકવા માટે સોમવારના રોજ શ્રીનગર શહેર સહિત અનેક જગ્યા અને ઘાટીના અન્ય સ્થળ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો.
આમ આજના અલગાવવાદીઓના બંધને ધ્યાનમાં લઇને સુરક્ષાના કારણે અમરનાથ યાત્રાના તીર્થયાત્રીઓના જથ્થાને રવાના પહેલા રોકી દેવામાં આવ્યો. અલગાવવાદીઓના સંયુક્ત સંગઠન જોઇન્ટ રજિસ્ટેન્સ લીડરશીપ (જેઆરએલ) દ્વારા શ્રીનગર બંધનું એલાન કરવામાં આવ્યું.
આ બંધ 1931ની 13 જૂલાઇના રોજ શ્રીનગરના ડાઉન ટાઉન વિસ્તારમાં માર્યા ગયેલ અંદાજે 22 લોકોના વિરોધમાં આપવામાં આવ્યું છે. કાશ્મીરના લોકો આ દિવસને કાળો દિવસ મનાવ છે જ્યારે જમ્મૂના લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.