બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / amarnath yatra flood like situation again near gufa after heavy rain

BIG NEWS / અમરનાથ યાત્રા: ભારે વરસાદના કારણે ફરી પુર આવ્યું, 4000 લોકોને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કર્યા

Pravin

Last Updated: 06:15 PM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરનાથા યાત્રાને લઈને હાલમાં મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં વરસાદના કારણે જળાશયનું જળસ્તર વધી જતાં શ્રદ્ધાળુઓને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે.

  • અમરનાથ ગુફા પાસે ફરી એક વાર પુર આવ્યું
  • જળાશયમાં જળસ્તર વધ્યું
  • પુરના ખતરાને જોતા શ્રદ્ધાળુઓને શિફ્ટ કર્યા

અમરનાથ યાત્રા દરમિયાન પવિત્ર બાબા બર્ફાનીની ગુફા પાસે ફરીથી પુર આવ્યું છે. મંગળવારે ભારે વરસાદના કારણે ગુફાની નજીક આવેલા જળાશયનું જળસ્તર વધી ગયું હતું. ત્યારે આવા સમયે ખતરાને જોતા સેંકડો શ્રદ્ધાળુઓને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા છે. કહેવાય છે કે, અમરનાથ યાત્રા કરી રહેલા 4000થી વધારે શ્રદ્ધાળુઓ પુર અને ખરાબ હવામાનને જોતા સુરક્ષિત સ્થાને શિફ્ટ કરી દેવામા આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ વિસ્તારમાં એંકાંતરિયો વરસાદ વરસી રહ્યો છે. 

તો વળી આ સમગ્ર ઘટના પર ઈંડો તિબ્બેટિયન પોલીસ ફોર્સે નિવેદન જાહેર કર્યું છે અને તેમના તરફથી કહેવાયુ છે કે, પવિત્ર અમરનાથ ગુફા પાસે પુરનો ખતરો જોતા 4000થી વધારે શ્રદ્ધાળુઓને પંચતરણીમાં સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા છે. આઈટીબીપી અનુસાર હવે હવામાન સાફ થઈ જવાના કારણે પુરનો ખતરો ઓછો લાગી રહ્યો છે. આ વિસ્તારમાં સ્થિતિ હાલમાં સામાન્ય છે. 

8 જૂલાઈએ આભ ફાટ્યું હતું

આપને જણાવી દઈએ કે, 8 જૂલાઈના રોજ અમરનાથ યાત્રા દરમિયાન પવિત્ર બાબા બર્ફાની ગુફા પાસે આભ ફાટ્યું હતું. આ દુર્ઘટના બાદ ભારે પુરની સ્થિતિ બની હતી. આ ઘટનામાં લગભગ 15 જેટલા લોકોના મોત પણ થયા હતા. જ્યારે 40થી વધારે લોકો ગુમ હોવાના વાત પણ થઈ હતી. આ દુર્ઘટના બાદ તુરંત યાત્રાને રોકી દેવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ