બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / Aloe vera is beneficial in weight loss along with enhancing beauty, use it like this

હેલ્થ ટિપ્સ / સુંદરતા વધારવાની સાથે વજન ઘટાડવામાં ફાયદાકારક છે એલોવેરા, આ રીતે કરો ઉપયોગ

Megha

Last Updated: 03:30 PM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલોવેરા જ્યૂસ વજન ઘટાડવા માટે ફાયદાકારક છે, કારણ કે તેમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન અને ફાઇબરના ગુણ જોવા મળે છે, જે વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે.

  • એલોવેરાનો એક આયુર્વેદિક ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે
  • સુંદરતા વધારવાની સાથે સ્વસ્થ પણ બનાવશે એલોવેરા
  • એલોવેરા વજન ઘટાડવામાં ફાયદાકારક

એલોવેરા એટલે કુંવરપાઠું, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. આ સાથે જ સુંદરતા વધારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. એલોવેરા ચહેરાની ચમક વધારવામાં, વાળને ખરતા અટકાવવામાં તેમજ વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. એલોવેરાનો એક આયુર્વેદિક ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.

એલોવેરા વજન ઘટાડવામાં ફાયદાકારક
એલોવેરા જ્યૂસ વજન ઘટાડવા માટે ફાયદાકારક છે, કારણ કે તેમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન અને ફાઇબરના ગુણ જોવા મળે છે, જે વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. એલોવેરામાં અનેક પોષક તત્ત્વો હોય છે, જેમાં ૭૫ એક્ટિવ વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, એમિનો એસિડ વગેરેનો સમાવેશ થાય છે. દરરોજ એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી વજન ઘટે છે. એલોવેરાના જ્યૂસનું સેવન કરવાથી મેટાબોલિઝમ ઉત્તેજિત થાય છે, જેનાથી ઝડપથી કેલરી બર્ન થાય છે.

વાળ ખરતા અટકે છે
એલોવેરા વાળને ખરતા રોકવાનું કામ કરે છે. જો ખૂબ જ વાળ ખરતા હોય તો એલોવેરા લગાવવાનું શરૂ કરો, જેથી જલદીથી નવા વાળ આવે. એલોવેરા વાળમાં હાજર વધારાના તેલની અતિરિકત માત્રાને નિયંત્રિત કરે છે. વાળને મુલાયમ, ચમકદાર અને ડેન્ડ્રફ ફ્રી બનાવવામાં પણ મદદ કરે છે. એલોવેરા જેલ વાળને સફેદ થતા અટકાવે છે. એલોવેરા બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે, પરિણામે વાળ ઝડપથી વધે છે.

એલોવેરાથી ત્વચામાં નિખાર આવે
એલોવેરા સ્કિનને મોઇસ્ચરાઇઝ કરવાનું કામ કરે છે, તેનાથી ચહેરાના દાગ-ધબ્બા દૂર થાય છે. એલોવેરા જેલ રોજ ચહેરા પર ૨૦ મિનિટ સુધી લગાવીને તાજા પાણીથી ચહેરો ધોવો જોઇએ. તે ત્વચાને મુલાયમ કરવામાં મદદ કરે છે. મેકઅપ હટાવવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરવાથી ત્વચાને કોઈ નુકસાન થતું નથી. એલોવેરામાં એન્ટિ-એજિંગ અને એન્ટિ-ઓક્સિડેન્ટ હોય છે, જે ચહેરા પરની કરચલીઓને હટાવવામાં મદદ કરે છે. એલોવેરા જેલ ચહેરા પર રોજ લગાવવાથી તમારી ત્વચા યુવાન અને ખૂબસૂરત બની રહેશે. સાકર, લીંબુ અને એલોવેરાનું સ્ક્રબ ચહેરા પર લગાવવાથી ડેડ ‌િસ્કન દૂર થાય છે. પિંપલ્સ માટે પણ એલોવેરાનો ઉપયોગ કરવો લાભદાયક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ