બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Almost 5,000 Covid cases linked to Cornish music and surf festival

મહામારી / દુનિયાની પહેલી ઘટના : એકીસાથે 5000 લોકોને કોરોના થતા હાહાકાર, તંત્રે તાબડતોબ શું કર્યું જુઓ

Hiralal

Last Updated: 08:05 PM, 30 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડના કોર્નવોલમાં મ્યુઝીકના એક મોટા કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોમાંથી લગભગ 5000 કોરોના પોઝિટીવ નીકળતા હાહાકાર મચ્યો છે.

  •  ઈંગ્લેન્ડના કોર્નવોલમાં મ્યુઝિક ઇવેન્ટને કારણે કોરોના
  • ઇવેન્ટમાં ભાગ લેનાર 5000 લોકો કોરોનાગ્રસ્ત બન્યા 
  • 15 દિવસ પહેલા ઈંગ્લેન્ડમા કોર્નવોલમાં યોજાઇ હતી ઇવેન્ટ
  • કોર્નવોલની મ્યુઝિકલ ઇવેન્ટમાં 50,000 લોકોએ લીધો હતો ભાગ

આટલી મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટી નીકળતા તંત્ર હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપી દીધા છે. બ્રિટનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ન્યૂક્વેય શહેરમાં મ્યૂઝીક ઈવેન્ટમાં ભાગ લેનાર લગભગ 5,000 લોકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે.

ઈવેન્ટના આયોજકોની સામે કાર્યવાહી કરવાનો સંકેત

5000 લોકોમાંથી જેમને પણ કોરોનાના ગંભીર લક્ષણો છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે જ્યારે હળવા લક્ષણો વાળા દર્દીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. વહિવટીતંત્ર દ્વારા મ્યૂઝીક ઈવેન્ટના આયોજકોની સામે પણ કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે. વહિવટી તંત્રે લોકોના ટ્રેસિંગ સંપર્ક શોધવાનો તાબડતોબ નિર્ણય લઈ લીધો છે. 

11-15 ઓગસ્ટે મ્યૂઝીમ પ્રોગ્રામ યોજાયો હતો
કોર્નવેલ કાઉન્સિલે જણાવ્યું કે બોર્ડમાસ્ટર (મ્યુઝીકલ ઈવેન્ટ) ને રદ કરવાનો અમારો વિચાર હતો, જે 11-15 ઓગસ્ટે યોજાઈ હતી અને તેમાં 50,000 લોકોએ ભાગ લીધો હતો અને પરંતુ અંતે પ્રોગ્રામ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ઈવેન્ટ શક્ય હોય તેટલી સલામત બનાવવા માટે અમારા સ્ટાફે આયોજકોને પૂરતો સાથ-સહકાર આપ્યો હતો. 

ફોલ્સ અને ગોરિલાઝ દર્શાવતા આ ફેસ્ટિવલમાં પ્રવેશ કરતા પહેલા NHS કોવિડ એપ દ્વારા 11 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ ટિકિટ ધારકોને તેમની કોવિડ -19 સ્થિતિ દર્શાવવા માટે કહેવામાં આવ્યું હતું. ફેસ માસ્ક ફરજિયાત ન હતા પરંતુ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જે લોકોએ તહેવારમાં પડાવ નાખ્યો હતો તેઓએ ઇવેન્ટ દરમિયાન બીજી એનએચએસ લેટરલ ફ્લો ટેસ્ટ લેવાની હતી. કોર્નવોલ કાઉન્સિલની પબ્લિક હેલ્થ ટીમ તમામ રહેવાસીઓ અને મુલાકાતીઓને પરીક્ષણને પ્રાથમિકતા આપવા વિનંતી કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ