બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / સુરત / alleged video of bardoli taluka panchayat member goes viral

ખળભળાટ / સુરતના ભાજપ નેતા રંગરેલિયા મનાવતા કેમેરામાં કેદ, વીડિયો વાયરલ થતા રાજકીય ક્ષેત્રે મચ્યો હડકંપ

Dhruv

Last Updated: 03:10 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અગ્રણી અને બારડોલી તાલુકા પંચાયતના સભ્યનો કથિત વીડિયો વાયરલ થતા સુરત જિલ્લાના રાજકારણમાં ગરમાવો.

  • ભાજપ અગ્રણીનો મહિલા સાથેનો કથિત વીડિયો વાયરલ
  • બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને સુમુલ ડેરીના છે ડિરેક્ટર
  • VTV આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું

બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને સુમુલ ડેરીના ડિરેક્ટર અજીત પટેલનો (Ajit Patel) એક મહિલા સાથેનો બિભત્સ હરકત કરતો એક કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો છે. જેના લીધે સુરત જિલ્લા સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ભૂકંપ સર્જાયો છે. જોકે VTV આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

રાજકીય ક્ષેત્રે આ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે

અજીત પટેલ કે જેઓ રાતના અંધારામાં કોઇ મહિલા સાથે અંગત પળો માણતા દેખાઇ રહ્યાં છે. અજીત પટેલ કે જેઓ પોતે સુમુલ ડેરીના ડિરેક્ટર છે તેમજ બારડોલી તાલુકા પંચાયતનાં સભ્ય અને ભાજપ અગ્રણી પણ છે. ત્યારે સોશિયલ મીડિયામાં આ રીતે એકાએક કોઇ મહિલા સાથે રંગરેલીયા મનાવતો વીડિયો વાયરલ થતા રાજકીય ક્ષેત્રે આ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. આ વીડિયોમાં  એક ઘરનો દરવાજો ખોલીને એક મહિલા અર્ધનગ્ન હાલતમાં બહાર આવે છે. ત્યાર બાદ આ નેતા પણ બહારથી ઘરના દરવાજા સાઇડ આવે છે. જે મહિલાને ભેટી તેની સાથે બિભત્સ હરકત કરતા નજરે પડે છે.

જોકે રાત્રીના સમયે એકલતાનો લાભ ઉઠાવી રહેલા નેતાનો આ વીડિયો સામેના CCTVમાં કેદ થઇ જતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, આ વીડિયોમાં જે રીતે મહિલા CCTV સામે જોઇ રહી છે તેને જોતા કોઇકે ઈરાદાપૂર્વક CCTV અથવા સ્પાય કેમેરા ગોઠવીને સ્ટિંગ કર્યું હોય તેવી ચર્ચાઓ ભાજપ અને સહકારી ક્ષેત્રમાં ચાલી રહી છે. જોકે, વાસ્તવિકતા શું છે તે અંગે તો પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ દ્વારા તપાસ કરાવ્યા બાદ જ જાહેર થઇ શકે.

આવનારા દિવસોમાં મોટો વિવાદ ઊભો થાય તેવી શક્યતા

જોકે આ વીડિયો હકીકતમાં કેટલા અંશે સાચો છે તે અંગે આવનારા દિવસોમાં વિવાદ જરૂરથી ઉભો થશે. જોકે આ વીડિયો બાદ એક વાર ફરી રાજકીય અને સહકારી નેતાનું ચરિત્ર સામે આવ્યું છે. જે રીતે સોશિયલ મીડિયામાં આ કથિત વીડિયો વાયરલ થયો છે તેને જોતા સહકારી તેમજ રાજકીય ક્ષેત્રની ગરિમાને લાંછન લાગી રહ્યું હોયું તેવું દેખાઇ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ