બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Allegation of corruption in Shahpur village of Barwala

બોટાદ / શાહપુર ગામમાં રોડ નહીં કાગળ પર બ્લોક પાથરી કંપ્લીશન સર્ટિ મેળવ્યું, મિલીભગતથી ભ્રષ્ટાચારનો આરોપ, RTIમાં ખુલાસો

Dinesh

Last Updated: 11:53 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નાનકડા એવા શાહપુર ગામની શેરીઓમાં આરસીસી પેવર બ્લોક પાથરવાને નામે મોટું કૌભાંડ આચરાયું હોવાની ફરિયાદ ઊઠી છે.

  • બરવાળાના શાહપુર ગામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ
  • કાગળ પર બ્લોક દર્શાવાયા, જમીન પર બ્લોક ગાયબ
  • રોડ પર બ્લોક જ ન હતા, કંપ્લીશન સર્ટિ પણ આપી દેવાયું!


બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના શાહપુર ગામમાં રોડ પર પેવર બ્લોક પથરાયા હોવાનું કહેવાય છે. પરંતુ એ બ્લોક રોડ કરતાં કાગળ પર વધારે છે. એક આરટીઆઈમાં આ વાતનો ખુલાસો થયો છે. ત્યારે નાનકડા ગામમાં મોટા ભ્રષ્ટાચાર માટે ગામ લોકો કોની તરફ ચીંધી રહ્યા છે 

ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વિગત બહાર આવી
ભગવો પોશાક અને દાઢીધારી એક વ્યક્તિ અને તેની સાથે ગામના કેટલાક નાગરિકો. ગામની શેરીઓમાં ફરી રહેલા આ લોકોને જોઈને આપને થશે કે આ લોકો ગામમાં કોઈ પ્રસંગનું આમંત્ર દેવા ફરતાં હશે. પરંતુ ના, હકીકત એ છે કે, આ ગામ લોકો ગામના રસ્તા પર અને શેરીઓમાં છૂપાયેલા ભ્રષ્ટારને  ઊઘાડો પાડવા નીકળ્યા છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નાનકડા એવા શાહપુર ગામના છે. આ ગામમાંની શેરીઓમાં આરસીસી પેવર બ્લોક પાથરવાને નામે મોટું કૌભાંડ આચરાયું હોવાની ફરિયાદ ઊઠી છે. કારિયાણી ગામના ડાયાભાઈ ગોદાવરિયા નામના આ દાઢીધારી એક્ટિવિસ્ટે આરટીઆઈ હેઠળ માહિતી માગી હતી, જેમાં શાહપુર ગામમાં પેવર બ્લોક પાથરવામાં ગંભીર ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વિગત બહાર આવી છે.

RTIમાં થયો ખુલાસો
RTI એક્ટિવિસ્ટ ડાયાભાઈનો આક્ષેપ છે કે, પેવરબ્લોક પાથરવાના અનેક કામ માત્ર કાગળ પર છે. સ્થળ પર કામ પૂરા થયા નથી છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા કંપ્લીશન સર્ટિ આપીને નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે. શાહપુર ગામના નાગરિકોનું કહેવું છે કે, આરટીઆઈ ન થઈ હોત તો ગામના લોકોને ખ્યાલ જ ન આવત કે ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે.

 VTV દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું
સ્થાનિક લોકો દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેનું VTV દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ જણાતું હતું કે, મોટાભાગના સીસીરોડ પર બ્લોક જોવા મળ્યા ન હતા. તો કેટલાક રોડ એવા પણ હતા જે માત્ર કાગળ પર જ હતા. સ્થળ પર ન હતા. સ્થાનિક લોકો દ્વારા આ ભ્રષ્ટાચાર માટે ગામના સરપંચ, તલાટીમંત્રી, અધિક મદદનીશ ઇજનેર, તાલુકા વિકાસ અધિકારી અને પંચકામમા સહી સિક્કા  કરનારા તમામ અધિકારી સામે આંગળી ચીંધાઈ રહી છે. ત્યારે શાહપુર ગામના સરપંચ કંઈક આ રીતે પોતાનો બચાવ કરી રહ્યા છે.

હાલ તો આ કૌભાંડની ફરિયાદની નકલ નકલ કલેક્ટર, ધારાસભ્ય, પંચાયત મંત્રી અને છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી મોકલવામાં આવી છે. ત્યારે જો આ ઉચાપત અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય તો ન્યાય માટે ન્યાયાલયનાં દરવાજા ખટખટાવવાની પણ ગામના જાગૃત લોકોએ તૈયારી દર્શાવી છે. ત્યારે જોવાનું એ રહેશે કે, આ આરોપોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય છે કે કેમ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ