બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / All zodiac signs will be affected: two planets will change their zodiac sign

ધર્મ / તમામ રાશિના જાતકો પર પડશે અસર: બે જ દિવસમાં બે ગ્રહના રાશિ પરિવર્તન મચાવશે ઉથલપાથલ, જાણો તમારા માટે શુભ કે અશુભ?

Manisha Jogi

Last Updated: 08:36 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્ર અને મંગળના રાશિ પરિવર્તનથી તમામ રાશિના જાતકો પર થશે શુભ અને અશુભ અસર.

  • શુક્ર અને મંગળ કરશે રાશિ પરિવર્તન.
  • મેષ અને મિથુન રાશિમાં કરશે પ્રવેશ.
  • તમામ રાશિના જાતકો પર થશે અસર. 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તનથી તમામ રાશિઓ પર શુભ અને અશુભ અસર થાય છે. 12 માર્ચના રોજ શુક્ર ગ્રહ મેષ રાશિમાં અને મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર અને મંગળના રાશિ પરિવર્તનથી 12 રાશિઓ પર શું અસર થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મેષ:

કળા અથવા સંગીત પ્રત્યે રુચિ વધી શકે છે અને નોકરી દરમિયાન ટ્રાવેલ માટે બહાર જવું પડી શકે છે. યાત્રા ફાયદાકારક રહેશે પરંતુ પરિશ્રમ વધુ રહેશે. સ્વભાવ ચિડીયો થઈ જશે. પારિવારિક સમસ્યાને કારણે પરેશાન થશો અને ઘરમાં માંગલિક કાર્યો થઈ શકે છે. ઘરના રિનોવેશનનો ખર્ચો વધી શકે છે. નોકરીનું સ્થળ પરિવર્તન થવાની સંભાવના છે. 

વૃષભ:

પરિવારમાં માન અને સમ્માન મળશે. ઓફિસમાં અધિકારીઓ સાથે યોગ્ય પ્રકારનું વર્તન કરો. બાળકના આરોગ્યનું ધ્યાન રાખો, ખર્ચામાં વધારો થશે. મનમાં નકારાત્મક અસર ઉભી થશે. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે અને ઓફિસમાં અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. પરિવારનો સાથ મળી શકે છે અને શૈક્ષણિક કાર્યમાં સફળતાનો યોગ બની રહ્યો છે. 

મિથુન:

માનસિક શાંતિ પ્રાપ્ત થશે, તેમ છતાં ધીરજ રાખવાની કોશિશ કરો. પારિવારિક જીવન સુખી રહેશે. ઓફિસમાં કેટલીક મુશ્કેલીઓના કારણે પરેશાન થઈ શકો છે. આવકમાં ઘટાડો થશે અને ખર્ચામાં વધારો થશે. ધર્મના કામમાં રુચિ વધી શકે છે. ખૂબ જ મહેનત કર્યા પછી પણ સફળતા મળવાની સંભાવના નથી. 

કર્ક:

મનમાં અનેક ઉતાર ચઢાવ થશે. પિતાનું સાનિધ્ય પ્રાપ્ત થશે અને બિઝનેસમાં વૃદ્ધિ થશે, ઉપરાંત મહેનત વધુ કરવી પડશે. કોઈ મિત્રનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. નકારાત્મક વિચારોની અસર થશે અને પરિવારનો સાથ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે વિચાર બાબતે મતભેદ થઈ શકે છે. રહેણી કરણીમાં અસહજતા રહેશે. બિઝનેસને વિસ્તારિત કરવા માટેના ખર્ચમાં વધારો થઈ શકે છે. 

સિંહ:

કળા અથવા સંગીત પ્રત્યે રુચિ વધી શકે છે. ઓફિસમાં અધિકારીઓ સાથે યોગ્ય પ્રકારનું વર્તન કરો. વાતચીત દરમિયાન સંતુલન જાળવી રાખો. મન અશાંત રહેશે અને ગુસ્સો ના કરશો. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. પિતાને આરોગ્યની સમસ્યા થઈ શકે છે. નોકરીમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે, પરિવારથી દૂર જઈ શકો છો. 

કન્યા:

આત્મવિશ્વાસ ભરપૂર રહેશે તેમ છતાં મન પરેશાન થઈ શકે છે. ધર્મ પ્રત્યે શ્રદ્ધાભાવ રહેશે. કોઈ મિત્રના સહયોગથી બિઝનેસમાં રોકાણ કરી શકો છો. વારંવાર વિચાર ડગમગી શકે છે. માતાના પરિવાર તરફની કોઈ મહિલા પાસેથી ધન મળવાનો યોગ બની રહ્યો છે. બિઝનેસમાં મુશ્કેલીઓ આવી શકે છે અને ખર્ચો વધશે. સંપત્તિ બાબતે વિવાદની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. 

તુલા:

મન પરેશાન થઈ શકે છે અને નોકરીમાં સ્થળ પરિવર્તનનો યોગ બની રહ્યો છે. આવકમાં વધારો થશે, પરિવારથી દૂર રહેવું પજી શકે છે અને ખર્ચો વધશે. મનમાં આશા રહેશે અને મન નિરાશ પણ તશે. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે, તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. માતા પાસેથી ધન મળી શકે છે. આરોગ્ય પ્રત્યે સાવઝાન રહો. શૈક્ષણિક કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

વૃશ્વિક:

વાતચીત દરમિયાન સંતુલન જાળવી રાખો. પિતાના આરોગ્યનું ધ્યાન રાખો. પરિવારનો સાથ અને સહકારર મળશે. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. બિઝનેસમાં વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. માનસિક શાંતિ જળવાઈ રહેશે. કાર્ય પ્રત્યે ઉત્સાહ જોવા મળશે અને ધારેલા કાર્યમાં સફળતા મળશે. આરોગ્ય બાબતે પરેશાની થઈ શકે છે. આવકનો નવો સ્ત્રોત ઊભો થશે. 

ધન:

વાણીમાં મધુરતા રહેશે. મન પરેશાન રહી શકે છે. બિઝનેસને વિસ્તારિત કરવા માટેના ખર્ચમાં વધારો તશે. મિત્રો સાથે વિચાર બાબતે મતભેદ થઈ શકે છે. ખાનપાનમાં રુચિ વધશે. માતા પાસેથી નાણાં પ્રાપ્ત થશે અને લાંબા અંતરની યાત્રાનો યોગ બની રહ્યો છે. 

મકર:

આત્મવિશ્વાસ ભરૂપર રહેશે. નોકરીમાં ઓફિસરોનો સહયોગ પ્રાપ્ત થશે. સ્થળ પરિવર્તનની સંભાવના છે. આવકમાં વધારો થશે અને આરોગ્ય પ્રત્યે સાવધાન રહો. જીવનસાથી સાથે વિચાર બાબતે મતભેદ થઈ શકે છે. માનસિક શાંતિ જળવાઈ રહેશે. જૂના મિત્રો સાથે સંપર્ક થઈ શકે છે. માતાનો સહયોગ મળશે અને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. 

કુંભ:

શૈક્ષણિક કાર્યોમાં રુચિ જળવાઈ રહેશે. અન્ય સ્થળ પર પણ જઈ શકો છો. ઓફિસમાં પરેશાનીઓ આવી શકે છે. અનિયોજિત ખર્ચાઓમાં વધારો થશે. કોઈ મિત્રના સહયોગથી બિઝનેસ આગળ વધી શકે છે. લાભ થવાની તકમાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. લાંબા સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે, તેનું નિવારણ આવશે. 

મીન:

માનસિક શાંતિ જાળવી રાખવાની કોશિશ કરો. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. આવકમાં વધારો થશે. ઘર પરિવારની ભૌતિક સુવિધામાં વધારો થઈ શકે છે. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થાન પર ફરવા માટે જઈ શકો છો. પિતાનું આરોગ્ય જોખમાઈ શકે છે. ખર્ચમાં વધારો થશે અને સંતાન સુખમાં વૃદ્ધિ થઈ શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horscope Mangal Rashi Parivartan Rashi parivartan shukra rashi parivartan zodiac sign Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ