બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મુંબઈ / all temples in maharashtra to be reopened from october 7th

મોટા સમાચાર / આ સરકારે રાજ્યમાં તમામ મંદિર- મસ્જિદ ખોલવાનું કર્યુ એલાન, જાણો ક્યારથી ખુલશે ધાર્મિક સ્થળો

Dharmishtha

Last Updated: 07:43 AM, 25 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્રમાં બંદ કરવામાં આવેલા તમામ મંદિરો 7 ઓક્ટોબરથી ફરી ખુલી જશે.

  • રાજ્ય સરકાર હજુ પણ મંદિરો ખોલવાને લઈને ખચકાઈ રહી છે
  • લોકોની માંગ હતી કે રાજ્યમાં મંદિર ખોલવામાં આવે
  • મહારાષ્ટ્રમાં મંદિર ખોલવા ભાજપ શંખનાદ આંદોલન કરી રહી છે

લોકોની માંગ હતી કે રાજ્યમાં મંદિર ખોલવામાં આવે

7 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ છે. આની જાણકારી આપતા મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હકિકતમં મંદિરોને બંધ કરવાના મુદ્દા પર રાજ્યમાં પ્રદર્શન પણ થઈ રહ્યા હતા. અન્ના હજારે સહિત અનેક નેતાઓની માંગ હતી કે રાજ્યમાં મંદિર ખોલવામાં આવે.

રાજ્ય સરકાર હજુ પણ મંદિરો ખોલવાને લઈને ખચકાઈ રહી છે

રાજ્ય સરકાર હજું પણ કોરોનાના પ્રસારના ડરથી ધાર્મિક સ્થળો ફરી ખોલવાને લઈને ખચકાઈ રહી છે. ખાસ કરીને જ્યારે મહામારીની ત્રીજી લહેરનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ વિપક્ષ તરફથી આને લઈને માંગ કરવામાં આવી રહી હતી.

મહારાષ્ટ્રમાં મંદિર ખોલવા ભાજપ શંખનાદ આંદોલન કરી રહી છે

મહારાષ્ટ્રના ભાજપ યુનિટના ચીફ ચંદ્રકાંત પાટિલે કહ્યું હતુ રાજ્યમાં મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, જૈન મંદિર શરુ કરવાને લઈને ભાજપ શંખનાદ આંદોલન કરી રહી છે. સરકાર લોકોની ભાવનાઓનો અનાદર કરી રહી છે. આ દરમિયાન ભાજપની મહારાષ્ટ્રા યુનિટે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર મંદિર ખોલવાને લઈને આંદોલન કર્યા.

કોરોનાને ધ્યાનમાં રાખી આ છે સ્થિતિ

ભાજપ નેતા રામ કદમે પણ સિધ્ધિ વિનાયક મંદિર પહોંચવાની યોજના બનાવી હતી. પરંતુ આની પહેલા પોલીસે તેમની ધરપકડ કરી. આ મહિને કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા પોલીસે મુંબઈમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બરની વચ્ચે ગણેશ ઉત્સવ દરમિયાન કલમ 144 લાગૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન શહેરમાં કોઈ પણ પ્રકારનું સરઘસ કાઢવાની પરવાનગી નથી આપવામાં આવી અને શ્રદ્ધાળુઓને ગણેશ પંડાલોમાં જવાની પરવાનગી નથી. સંક્રમણને ફેલતું રોકવા માટે મહારાષ્ટ્રના ગૃહ વિભાગે એક દિવસ પહેલા પંડાલોમાં જવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો હતો.

બીએમસીએ પણ આપ્યા દિશા નિર્દેશ

ત્યારે બીએમસીએ દિશા નિર્દેશ આપ્યા હતા કે સાર્વજનિક પંડાલોમાં મૂર્તિ લાવવા અને વિસર્જિત કરવાના સમયે 10થી વધારે લોકો હાજર ન હોવા જોઈએ. ઘરમાં મૂર્તિ લાવવા અને વિસર્જિત કરતા સમયે વધારેમાં વધારે 5 લોકોની હાજરી રહેશે. આ ઉપરાંત માસ્ક પહેરવાને લઈને ગાઈડલાઈન જારી કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ