બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / All India Bank Officers Confederation (AIBOC) announces strike of employees of nationalized banks on December 16-17

ઠપ્પ / જો જો ધક્કો ન પડે: આજથી રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓની હડતાળ, ગુજરાત સહિત 2 દિવસ આખાય દેશમાં વિરોધ પ્રદર્શન

Vishnu

Last Updated: 12:02 AM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેન્કોના ખાનગીકરણના વિરોધમાં ગુજરાતના 70,000 બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાશે તો રુ.20,000 કરોડના વ્યવહારોને થશે અસર

  • બેન્ક કર્મચારીઓ આજે દેશવ્યાપી હડતાળમાં જોડાય તેવી શક્યતા
  • 16-17 ડિસેમ્બરે રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની હડતાળ પર છે
  • ગુજરાતમાં રાષ્ટ્રીય કૃત બેન્કોની 4800 બ્રાન્ચનું કામકાજ અટકી જવાની ભીતિ

ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC)એ 16-17 ડિસેમ્બરે રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની હડતાળ જાહેર કરી છે. બેન્કોના ખાનગીકરણના વિરોધમાં આ એલાન કરવામાં આવ્યું છે. બેન્ક કર્મચારીઓ દેશવ્યાપી હડતાળમાં વધુ પ્રમાણમાં જોડાય તે માટે સોશિયલ મીડિયામાં હાલ આંદોલન પણ ચલાવાઈ રહ્યું છે. જો ગુજરાતની વાત કરીએ તો 70,000 બેન્ક કર્મચારીઓ જોડાશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આજથી બે દિવસ હડતાળ સફળ રહે તો ગુજરાતમાં રાષ્ટ્રીય કૃત બેન્કોની 4800 બ્રાન્ચનું કામકાજ અટકી જશે. 

શું છે બેન્ક હડતાળનું કારણ?
રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ સામે બેંક કર્મચારીઓએ બાયો ચઢાવી છે. બેંક કર્મચારીઓ શિયાળુ સત્રમાં આવનાર બેન્કિંગ એમેન્ડમેન્ટ લો સુધારા વિધેયકનો વિરોધ કરશે. આ અંગે બેંક કર્મચારીઓનું માનવુ છે કે સરકાર રાષ્ટ્રીયકૃત બેંકને ખાનગી માલિકને સોપી શકે છે. જેને લઈને થાપણદારોએ બેંકમાં મુકેલી થાપણ એક જ ઠરાવથી ખાનગી માલિકના હાથમાં જવાનો ભય છે. આ નિર્ણયથી ગ્રાહકોને સૌથી મોટી અસર થશે. 

ગુજરાત પર શું થશે અસર?
આ હડતાળની ચીમકીથી દેશમાંથી 10 લાખ જેટલા બેન્ક કર્મી હડતાળમાં જોડાવાની શક્યતા છે.ગુજરાતમાં 4800 બેન્ક બ્રાન્ચો બંધ રહે તેવી શકયતા છે. અને રાજ્યના 70,000 બેન્ક કર્મચારીઓ હડતાળ કરે તો તેના પગલે રૂ. 20,000 કરોડના બેન્ક ટ્રાન્ઝેક્શન અટકી  જવાનો ભય છે.

સોશિયલ મીડિયા અને હવે જમીની સ્તરે થઈ રહ્યો છે બિલનો વિરોધ
આગામી સમયે મળનાર શિયાળુ સત્ર માં બેન્ક ને લાગતું બેન્કિંગ એમેડમેન્ટ લૉ સુધારા વિધેયક ને લઈ બેન્ક કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા માં ચાલી રહેલ લડત સાથે બેન્ક કર્મીઓએ હવે જમીની સ્તરે પણ દેખાવો શરૂ કરતાં 26 નવેમ્બરના રોજ અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસે દેખાવો યોજ્યા હતા. બેંકોના ખાનગીકરણ સામેના વિરોધમાં ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફિડરેશન એ ધારણા પ્રદર્શન કર્યા હતા. બેંકોના ખાનગીકરણ સામે જનતાને જાગૃત કરવા અભિયાન ચલાવાઈ રહ્યું હોવાનું બેન્ક કર્મીઓ એ જણાવ્યું હતું.ગ્રાહકોની કરોડોની મૂડી ખાનગી ઉદ્યોગકારોને હાથમાં આવશે તો નાના માણસો ને લોન નહીં મળે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે..

કેમ બિલનો વિરોધ?
છેલ્લા 4 વર્ષમાં સરકારે 14થી વધારે બેંકોનુ વિલીનીકરણ કરી નાખ્યું છે ત્યારે હવે  બેન્કિંગ એમેડમેન્ટ લૉ સુધારા વિધેયકને જો મજૂરી મળી જાય તો કર્મચારીઑના દાવા પ્રમાણે ખાનગી માલિકના હાથમાં સત્તા જતી રહેશે આથી બેન્કના થાપણદારો તેમજ કર્મચારીઑને મોટું નુકસાન થવાની ભીતિ છે. જેથી કર્મચારીઓ અવનવા કારણો આગળ ધરી વિરોધના ભાગ રૂપે આજથી 16-17 ડિસેમ્બરે રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ