All four Nirbhaya criminals will be hanged at once : HC
નિર્ભયા કાંડ /
હાઈકોર્ટે કહ્યું, નિર્ભયાનાં ચારેય ગુનેગારોને એક સાથે જ ફાંસી આપવામાં આવશે
Team VTV05:44 PM, 05 Feb 20
| Updated: 06:14 PM, 05 Feb 20
નિર્ભયાનાં આરોપીઓને અલગ અલગ ફાંસી આપવા માટે પિટીશન દાખલ કરવામાં આવી હતી. જોકે કોર્ટે કેન્દ્ર સરકારની આ પિટીશન ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે ચારેયને એક સાથે જ ફાંસી આપી શકાય. કેન્દ્રએ કહ્યું કે હાઈકોર્ટનાં નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી દીધો છે.
નિર્ભયાનાં ગુનેગારો ફાંસીથી બચવા માટે અલગ અલગ પ્રકારની પિટીશન કરી જાણી જોઈને ફાંસીની સજાથી બચવા કાયદાકીય પેંતરા કરી રહ્યાં છે. ત્યારે સરકાર તરફથી એક પિટીશન દાખલ કરી તમામને વારાફરથી ફાંસી આપવા માટે માંગણી કરી હતી. જેને પગલે દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના ગુનેગારોને ફાંસી મામલે કેન્દ્ર સરકારની અરજી ફગાવી છે. ચારેયને એક સાથે જ ફાંસી આપવામાં આવશે. ગુનેગારોને એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે. નિર્ભયાનાં ગુનેગારોને અલગ અલગ ફાંસી નહીં આપવામાં આવે.
કેન્દ્ર સરકારના વકીલે શું કહ્યું ?
દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં કહ્યું હતું કે એક ગુનેગારની અરજી પેન્ડિંગ હોય તો બીજાને રાહત ન આપી શકાય. કેન્દ્ર સરકારે દલીલમાં કહ્યું હતું કે કાયદાનો દુર ઉપયોગ કરી ગુનેગારો ન્યાયપ્રણાલીનો દુર ઉપયોગ કરી રહ્યાં છે.
જજે શું કહ્યું ?
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ કુમાર કૈતે સુનવણી દરમિયાન જોગવાઈ વાંચી. જજે બન્ને પક્ષે રજુ કરવામાં આવેલી દલીલનો ઉલ્લેખ કરતા કહ્યું કે જે નિર્ભયાનાં ગુનેગારોએ કર્યું તે અમાનવીય હતું. ત્યાં સુધી ફાંસી ન આપી શકાય જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં અરજી પેન્ડિંગ હોય અથવા સુપ્રીમ કોર્ટ નીચલી કોર્ટના નિર્ણય સાથે અસહમતિ દર્શાવે.
દિલ્હી હાઈકોર્ટે તપાસ એજન્સી અને તેની સાથે જોડાયેલા વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા તેમની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે જ્યારે મે 2017માં સુપ્રીમ કોર્ટે ગુનેગારોની અરજી ફગાવી દીધી હતી તો કોઈ પણ સંબંધિત વિભાગે તેનું ડેથ વોરન્ટ કેમ જાહેર ન કર્યું. તેનો જ ફાયદો આરોપીઓ ઉઠાવી રહ્યાં છે.
એક અઠવાડિયાની અંદર ગુનેગારો કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી લો
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ગુનેગારો સતત ફાંસીની સજાને અટકાવવા માટે પ્રયાસ કરે છે. એક અરજી ફગાવાય તો બીજી કરે છે. ત્યાં સુધી કે સરકાર સુતી રહી અને લાંબા સમય પછી અક્ષયે રિવ્યુ પિટીશન દાખલ કરી હતી. જ્યારે કે 3 લોકોની રિવ્યું પિટીશન ફગાવી દેવાયી છે. દિલ્હી હાઈકોર્ટે એમ પણ કહ્યું કે ગુનેગારો ફાંસીથી બચવા એક સાથે નહીં પણ એક એક કરીને અરજી કરે છે. તેની સાથે હાઈકોર્ટે ગુનેગારોને ચીમકી આપી છે કે એક અઠવાડિયામાં તમામ કાયદાકીય હકનો ઉપયોગ કરી લે. જો તેઓ એક અઠવાડિયામાં કાયદાના વિકલ્પનો ઉપયોગ નથી કરતાં તો બન્ને સરકાર આગળની કામગીરી કરવા માટે સ્વતંત્ર છે.