બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 10:08 AM, 10 June 2023
ADVERTISEMENT
વર્ષ 2012માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને પરેશ રાવલની સુપરહિટ ફિલ્મ 'ઓહ માય ગોડ' લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મની સફળતાના 11 વર્ષ બાદ મેકર્સ અક્ષય કુમારની સોશિયલ કોમેડી 'ઓહ માય ગોડ 2' સાથે વાપસી કરી રહ્યા છે. પહેલા ભાગમાં અક્ષય કુમાર ભગવાન કૃષ્ણના રોલમાં જોવા મળ્યો હતો. જ્યારે 'ઓહ માય ગોડ 2'માં અભિનેતા ભગવાન શિવના રૂપમાં જોવા મળશે. હાલમાં જ OMG 2નું નવું પોસ્ટર રિલીઝ કરવાની સાથે તેની રિલીઝ ડેટ પણ સામે આવી છે. રસપ્રદ વાત એ છે કે, અક્ષય કુમારની 'OMG 2' સિનેમાઘરોમાં રણબીર કપૂરની 'એનિમલ' અને સની દેઓલની 'ગદર 2' સાથે ટકરાશે.
आ रहे हैं हम,
— Akshay Kumar (@akshaykumar) June 9, 2023
आइयेगा आप भी.
11th August. In theatres. #OMG2 pic.twitter.com/Fij3N8wco6
ADVERTISEMENT
'OMG 2' આ દિવસે રિલીઝ થશે
અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અક્ષય કુમારે લખ્યું, 'આ રહે હૈ હમ, આયેગા આપ ભી દિન 11 ઓગસ્ટ'. તેણે ઓહ માય ગોડ 2 નું નવું પોસ્ટર પણ બહાર પાડ્યું, જેમાં તે ભગવાન શિવ તરીકે જોવા મળી શકે છે. પોસ્ટર પર ફિલ્મની રિલીઝ ડેટ લખવામાં આવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અમિત રાય કરી રહ્યા છે.
Hindustan Zindabaad Hai….Zindabaad Tha.. .aur Zindabaad Rahega!
— Sunny Deol (@iamsunnydeol) January 26, 2023
This Independence Day, we bring to you the biggest sequel in Indian cinema after two decades.#Gadar2 releasing on 11th August 2023🔥#HappyRepublicDay@ZeeStudios_ @ameesha_patel @iutkarsharma @Anilsharma_dir pic.twitter.com/Tz9dbysDRe
અક્ષયની 'OMG 2' એ રણબીરની 'એનિમલ' અને સની દેઓલની 'ગદર 2' સાથે ટકરાશે
દર્શકો થિયેટરોમાં અક્ષય કુમારની નવી ફિલ્મ 'OMG 2' જોવા આતુર છે. રસપ્રદ વાત એ છે કે રણબીર કપૂર અને રશ્મિકાની 'એનિમલ' અને સની દેઓલ-અમિષા પટેલની 'ગદર 2' પણ 11 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. આ બંને ફિલ્મોને લઈને ચાહકો પણ ઉત્સાહિત છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે મેકર્સ ફિલ્મની રિલીઝમાં ફેરફાર કરે છે કે પછી ત્રણેય થિયેટરોમાં ટકરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.