akhilesh yadav protest tweet on kisan yatra samajwadi party
વિરોધ /
ખેડૂત આંદોલન બન્યું આક્રમક: કન્નોજ જઇ રહેલા અખિલેશ યાદવની અટકાયત, ટ્વીટ દ્વારા સરકાર પર કર્યો પ્રહાર
Team VTV01:37 PM, 07 Dec 20
| Updated: 01:38 PM, 07 Dec 20
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કૃષિ કાયદાની વિરુદ્ધ હંગામો ચાલુ છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આજે કિસાન યાત્રાની શરૂઆત કરી રહ્યા છે પરંતુ લખનૌમાં તેમને ઘરની નજીક જ રોકી દેવામાં આવ્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે તેમના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે અખિલેશ ઘરની બહાર ધરણા પર બેઠા હતો ત્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ખેડૂત આંદોલનનો આજે 12મો દિવસ
ઠેર-ઠેર ભારત બંધને લઇને ધરણાઓ શરૂ
સપાના કાર્યકર્તાની અટકાયત કરાઇ
ઉલ્લેખનીય છે કે, તમામ વિરોધ છતાં અખિલેશ યાદવ પગપાળા કન્નૌજ જવા રવાના થઈ રહ્યા છે અને રસ્તા પર જ ધરણા પર બેઠા છે. અખિલેશ યાદવે કહ્યું કે જો ખેડુતો માટે બનાવાયેલા કાયદાથી ખેડુતો ખુશ નથી, તો સરકારે તેને પાછો લેવા જોઈએ. સરકાર ખેડૂતોનો અવાજ સાંભળી રહી નથી.
જેલમાં પુરવા હોય તો અમને પુરી દો : અખિલેશ યાદવ
અખિલેશ યાદવે કહ્યું કે તેમના કાર્યકરો રાજ્યના અનેક જિલ્લાઓમાં ધરપકડ કરી રહ્યા છે, પરંતુ હવે અમને કન્નૌજ જવાની મંજૂરી નથી. જો તેમને જેલમાં પુરવા છે, તો તેઓ અમને જેલમાં પણ મૂકી શકે છે.
अन्नदाता से अन्याय के खिलाफ अंतिम सांस तक संघर्षरत रहेंगे समाजवादी।
' किसान यात्रा ' को रोकने के लिए दमन की हर सीमा पार कर रही है सत्ता।
किसानों की आवाज़ बुलंद करने निकले राष्ट्रीय अध्यक्ष जी को असंवैधानिक तरीके से सीएम के आदेश पर रोके जाना घोर निंदनीय! pic.twitter.com/WuoLYUdWnE
અખિલેશ યાદવે કહ્યું કે હું કન્નૌજ જઇ રહ્યો છું, ગાડી રોકી દેવામાં આવી છે પરંતુ હું જ્યાં સુધી શક્ય ત્યાં ચાલીને જઇશ. અખિલેશે કહ્યું કે સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે ખેડુતોને બરબાદ કરે છે તેવો કાયદો લાવવામાં આવ્યો છે.
નજરબંધીને લઇને સરકાર પર સાધ્યું નિશાન
અખિલેશ યાદવે આ જ મુદ્દા પર એક કવિતાને ટ્વીટ કરી સરકાર પર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે ટ્વીટ કરીને લખ્યું છે કે, 'જ્યાં સુધી આંખ જાય ત્યાં સુધી લોકો તમારી વિરુદ્ધ છે, હે જુલમી, તમે કોને-કોને નજરકેદ કરશો?'
जहां तक जाती नज़र वहां तक लोग तेरे ख़िलाफ़ हैं
ऐ ज़ुल्मी हाकिम तू किस-किस को नज़रबंद करेगा!
આપને જણાવી દઈએ કે અખિલેશ યાદવને સોમવારે કન્નૌજ જવાનું હતું, જ્યાં તેમણે સમાજવાદી પાર્ટી દ્વારા બોલાવાયેલી કિસાન યાત્રા શરૂ કરવાની હતી. પરંતુ સોમવારે સવારે લખનૌના વિક્રમાદિત્ય માર્ગ પર એસપી ઓફિસથી અખિલેશ યાદવના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ સમય દરમિયાન, અહીં કોઈપણની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા સમાજવાદી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.