રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરે સુરક્ષામાં ચૂકના મામલામાં સુરક્ષાકર્મીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. CISFના ત્રણ કમાન્ડોને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા
અજીત ડોભાલની સુરક્ષામાં ચૂકના બદલે કાર્યવાહી
CISFના ત્રણ કમાન્ડોને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા
ડીઆઈજી અને કમાન્ડન્ટની બદલી કરવામાં આવી
આ વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરે સુરક્ષામાં ચૂકના મામલામાં સુરક્ષાકર્મીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એનએસએ અજીત ડોભાલના ઘરે સુરક્ષામાં ચૂક થયા બાદ સીઆઈએસએફના ત્રણ કમાન્ડોને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ સાથે જ એક ડીઆઈજી અને કમાન્ડની બદલી કરવામાં આવી છે. આ કમાન્ડો તે દરમિયાન એનએસએ અજીત ડોભાલની સુરક્ષામાં તૈનાત હતા.
સુરક્ષામાં ચૂક આવી હતી
આ વર્ષે ફેબ્રુઆરીમાં એક વ્યક્તિએ દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરમાં કાર લઈને ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાદમાં સુરક્ષાકર્મીઓએ આ શખ્સને પકડી પાડ્યો હતો. આ વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરે સુરક્ષામાં ચૂકના મામલે ત્રણ કમાન્ડોની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત એક ડીઆઈજી અને કમાન્ડન્ટની બદલી કરવામાં આવી હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અજીત ડોભાલના ઘરે સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. કાર ચલાવી રહેલા એક વ્યક્તિએ ડોવાલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો હતો, જે બાદમાં દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
Three CISF commandos have been dismissed while one DIG and a commandant rank officer of the force transferred following security breach at residence of NSA Ajit Doval in February this year: Officials
ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કોણે કર્યો?
બાદમાં ધરપકડ કરાયેલી વ્યક્તિની ઓળખ શાંતનુ રેડ્ડી તરીકે થઈ હતી, જે કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે. રેડ્ડી માનસિક રીતે નબળા હોવાની માહિતી મળી હતી. રેડ્ડીએ નોઈડાથી લાલ એસયુવી કાર ભાડે લીધી હતી. મહત્વનું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફની છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તેમને ઝેડ+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.