Airtelએ પોતાના યુઝર્સને 5G ડેટાનો લાભ આપ્યો છે. પ્રીપેડ અને પોસ્ટપેડ બન્ને યુઝર્સ હવે વગર કોઈ મર્યાદાએ એટલે કે અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકશે. 5G નેટવર્ક એરિયા અને ઈનેબલ્ડ ડિવાઈસની સાથે આ ઓફરનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકાય છે.
એરટેલ યુઝર્સ માટે ખાસ ખબર
5G ડેટાનો ઉઠાવો ફાયદો
જાણો શું છે ઓફર
Airtelએ પોતાના પોસ્ટપેડ અને પ્રીપેડ યુઝર્સ માટે નવો અનલિમિટેડ 5G ડેટા લોન્ચ કર્યો છે. કંપનીએ આ જાહેરાત કરી છે કે તે પોતાના દરેક પ્લાન્સથી ડેટા યુસેઝની મર્યાદા હટાવી રહ્યું છે. સરળ ભાષામાં કહીએ તો હવે 5Gનો ઉપયોગ કરવા માટે કોઈ મર્યાદા નથી રહી.
આ ઓફર દરેક પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ માટે વેલિડ છે જેમની કિંમત 239 રૂપિયા અથવા તેનાથી વધારે છે. એરટેલ 5G યુઝર્સને હવે દરરોજની ડેટાની સીમાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
આ લોકો લઈ શકશે 5G ઓફરનો લાભ
કંપની અનુસાર, "અનલિમિટેડ 5G ડેટા એક ઈન્ટ્રોડક્ટરી ઓફર છે. આ ઓફર એરટેલ ઉપભોક્તાઓ માટે 5Gને એક્સપીરિયંસ કરવા માટે લેવા માટે લાવવામાં આવી છે. જે એરટેલ ગ્રાહકોની પાસે 5G અનેબલ્ડ ડિવાઈસ છે અને પ્લાન્સ છે તે એરટેલ 5G નેટવર્કનો આનંદ ઉઠાવી શકે છે."
270 ભારતીય શહેરોમાં ઉપલબ્ધ
Airtel 5G Plus હવે 270 ભારતીય શહેરોમાં ઉપલબ્ધ છે. આ કંપરનીનો દાવો છે. એરટેલ આ મામલામાં રિલાયન્સ જીયોથી ખૂબ જ પાછળ છે. JIOના અનુસાર, તેણે ભારતના 365 શહેરોમાં 5G નેટવર્ક રોલ-આઉટ કરી દીધું છે.
Reliance Jioએ એવો પણ દાવો કર્યો છે કે તે 2023ના અંત સુધી આખ દેશમાં 5G ઉપલબ્ધ કરાવી દેશે. ત્યાં જ એરટેલનું કહેવું છે કે તે 2024ના અંત સુધી દરેક શહેરોમાં 5G રિલીઝ કરી દેશે. ત્યાર બાદ જીયો પહેલાથી જ પોતાના Jio 5G Welcome Offerને ગ્રાહકોને અનલિમિટેડ 5G ડેટા આપી રહ્યા છે.
આ ફક્ત જીયો પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સની સાથે મળે છે જ્યારે તેની કિંમત 239 રૂપિયા અથવા તેનાથી વધારે છે. અમક અઠવાડિયા પહેલા જીયોએ '5G Upgrade' ડેટા પ્લાન પણ લોન્ચ કર્યો છે. તેની કિંમત 61 રૂપિયા છે.
એરટેલ ગ્રાહક કઈ રીતે ઉઠાવી શકે આ ઓફરનો લાભ?
એરટેલ ગ્રાહકોને કંપનીની એરટેલ એપ પર જઈને "Unlimited 5G Data" ઓફરને ક્લેમ કરવાનો રહેશે. આ પ્રોફાઈલ સેક્શન પર આપવામાં આવશે. તેનું બેનર મુખ્ય પેજ અને અન્ય જગ્યા પર પણ જોવા મળશે.
ધ્યાન રાખો કે ગ્રાહક અનલિમિટેડ 5Gનો ઉપયોગ ફક્ત 5G નેટવર્કના ક્ષેત્રોમાં જ કરી શકશે. પ્રીપેડ ઉપભોક્તાઓ માટે અનલિમિટેડ 5G ડેટા ત્યાં સુધી કામ કરશે જ્યાં સુધી પેકની વેલિડિટી રહેશે. પોસ્ટપેડ ઉપભોક્તાઓ માટે આ આવતું બિલ જનરેટ થવા સુધી રહેશે.