બ્રેકિંગ ન્યુઝ
Nirav
Last Updated: 09:02 PM, 29 December 2020
ADVERTISEMENT
એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ મંગળવારે કહ્યું કે વૈશ્વિક ભૂ-રાજનૈતિક મોરચે વિકસિત અનિશ્ચિતતાઓ અને અસ્થિરતાને કારણે ચીનને તેની વધતી શક્તિનું પ્રદર્શન કરવાની તક મળી છે અને વૈશ્વિક સુરક્ષામાં વિશ્વના પ્રમુખ દેશોના અપૂરતા યોગદાનને પણ ચીને ખુલ્લુ પાડ્યું છે.
LAC પર મોટી સંખ્યામાં ચીની સૈનિકો તૈનાત છે : વાયુસેના ચીફ
ADVERTISEMENT
વાયુસેના ના વડાએ આ સાથે જ કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ નિયંત્રણ LAC પર મોટી સંખ્યામાં ચીની સૈનિકો તૈનાત છે. તેમની પાસે મોટી સંખ્યામાં રડાર, એર ટુ સરફેસ મિસાઇલો અને સરફેસ ટુ સરફેસ મિસાઇલો જેવા હથિયારો અને સામગ્રી છે. તેમની મોરચાબંધી મજબૂત બની રહી છે, પરંતુ તેની સામે અમે પણ જરૂરી બધી જ કાર્યવાહી કરી છે.
ચીનની નીતિ મુદ્દે તેને ટકોર કરતાં વાયુસેના ચીફે જણાવ્યું હતું કે વૈશ્વિક મોરચે ભારત સાથેનો ટકરાવ ચીન માટે સારું નથી. તે જ સમયે, પાકિસ્તાન ચીન ની નીતિમાં પ્યાદા જેવુ બની ગયું છે. CPEC સાથે સંબંધિત દેવું વધવાને લીધે પાકિસ્તાનની ચીન પર લશ્કરી નિર્ભરતા વધી જશે. અફઘાનિસ્તાનથી યુ.એસ. ના બહાર નીકળવાના કારણે આ ક્ષેત્રમાં ચીન માટેના વિકલ્પો ખુલી ગયા છે. એટલું જ નહીં પાકિસ્તાન માટે પણ વિકલ્પો ખુલ્યાં છે.
સાયબર સુરક્ષા એક મોટો પડકાર
તેઓએ કહ્યું છે કે સાયબર વોરફેર એ એક મોટો સુરક્ષા પડકાર છે. અમારા વિરોધીઓ આ ટેકનોલોજીમાં રોકાણ કરી રહ્યા છે. વાયુસેનાના વડાએ કહ્યું છે કે હવાઈ શક્તિઓને ટેકનોલોજીમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે. ચીને R&D માં ભારે રોકાણ કર્યું છે. ભાવિ ક્ષમતા નિર્માણ એકંદરે સ્વદેશી બનશે. ડ્રોન પણ હવે વધુ ભાર સહન કરવામાં સક્ષમ છે, અમે આર્મેનીયા યુદ્ધમાં ડ્રોનથી થયેલા નુકસાનને જોયું છે. ભવિષ્યના યુદ્ધને ડ્રોનનો ઉપયોગ કરતા જોવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.