બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Air Force aircraft will land on the highway

ખાસ વાંચો / ગુજરાતના હાઈવે પર વાયુસેનાની હુંકાર : રાજકોટ-સુરત સહિત અહીં બનશે એરસ્ટ્રીપ, જાણો સમગ્ર પ્લાન

Ronak

Last Updated: 02:00 PM, 9 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ગુજરાતના હાઈવે પર વાયુસેનાના એરક્રાફ્ટ લેન્ડ થશે . જે માટે ભુજ-અંજાર માર્ગ પર અને સુરત-મુંબઈ હાઈવે પર એરસ્ટ્રિપ બનાવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત રાજકોટના દતરા પાસે પણ એરસ્ટ્રિપનું ટેન્ડર પાસ થઈ ચુક્યું છે.

  • રાજ્યના હાઈવે પર વાયુસેનાના એરક્રાફ્ટ થશે લેન્ડ 
  • રાજકોટ સુરત સહિતના હાઈવે પર બનાવામાં આવશે એર સ્ટ્રીપ 
  • રાજસ્થાનના જાલૌરમાં બાડમેર હાઈવે પર થઈ એર સ્ટ્રીપની શરૂઆત 

ઈમરજન્સીમાં ફરી રેસ્ક્યૂ રાહત અને રેસ્ક્યૂ કરવા માટે નેશનલ હાઈવેને લેન્ડિંગ એર સ્ટ્રિપમાં બદવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કુલ 28 જેટલી લોકેશન છે. જ્યા નેશનલ હાઈવે પર એર ફોર્સ દ્વારા લેન્ડિંગ કરવામાં આવશે. આ બધાજ હાઈવેની બાંધકામ કઈક એવી રીતે કરવામાં આવ્યું છે જ્યા મોટા મોટા ફાઈટર એરક્રાફ્ટથી લઈને વિમાન ઉતારવામાં આવશે. 

ભુજ-અંજાર અને સુરત-મુંબઈના માર્ગ પર બનશે એરસ્ટ્રિપ 

સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે આંધ્રપ્રદેશમાં આ એર સ્ટ્રીપ તૈયાર થઈ ચુકી છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો રાજકોટના દતરાના પાસે એર સ્ટ્રીપનું ટેન્ડર પાસ થઈ ચુક્યું છે. દ્વારકા માલ્યામાં વર્ક ઓર્ડર થઈ ગયો છે. પરંતુ જમીન અધિગ્રહણ ન થવાને કારણે કામ હજું સુધી નથી થઈ શક્યું .ભુજ-અંજારના માર્ગ પર સાઈટ વિઝીટ થવાની છે. તેજ રીતે સુંરત-મુંબઈના માર્ગ પર પણ સાઈટ વિજિટ થવાની છે. 

બાડમેર હાઈવે પર થઈ એરસ્ટ્રિપની શરૂઆત 

રાજસ્થાનના જાલૌરમાં ગુરુવારે બાડમેર હાઈવે પર સ્પેશિયલ એયરસ્ટ્રિપની શરૂઆત થઈ ગઈ છે. પાકિસ્તાનની સીમાને અડીને આવતા સુખાઈ અને જગુઆર જેવા લડાકુ વિમાનોએ અહીયા પોતાનો દમ દાખવ્યો અને અહીયા હાઈવે પર વાયુસેના દ્વારા લેન્ડિંગ કરવામાં આવ્યું. 

રક્ષામંત્રી રાજનાથસિંહ સ્પેશિયલ વિમાનથી એરસ્ટ્રિપ પર આવ્યા 

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને રક્ષા મંત્રી રાજનાથસિંહની હાજરીમાં આની શરૂઆત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે બંનં મંત્રીઓ વાયુસેનાના સ્પેશિયલ વિમાનથી આજ એરસ્ટ્રિપ પર આવ્યા હતા. 

પાકિસ્તાન બોર્ડરથી 4 કિમી દૂર 

ઉલ્લેખનીય છે કે આ એરસ્ટ્રિપ પાકિસ્તાન બોર્ડરથી માત્ર 4 કિમી દૂર છે. જેથી ભવિષ્યમાં આ એરસ્ટ્રિપ આપણાને ઘણી કામ લાગી શકે છે. ઉપંરાત અહ્યા ચાર એરક્રાફ્ટ પાર્ક કરવાની પણ સુવિધાઓ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ