બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabd Going to buy spices from Panna Galle was a heavy burden for these people

અમદાવાદ / માવો પડ્યો 27 લાખમાં: પાનના ગલ્લે મસાલો લેવા જવું આ શખ્સને પડ્યું ભારે, કિસ્સો વાંચીને ચોંકી ઉઠશો

Kishor

Last Updated: 07:35 PM, 2 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ચેતવા લાયક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોના ચાંદીના દાગીના ભરેલ બેગ એક્ટિવમાં મૂકી આંગણીયા પેઢીનો કર્મચારી માવો લેવા જતા ગઠિયા બેગ ઉઠાવી રફુચક્કર થઈ ગયા હતા.

  • એક પાન મસાલો 27 લાખ રૂપિયામાં પડ્યો  
  • આંગળીયા કર્મચારી પાન મસાલો ખાવા પાર્લરમાં ગયો અને ગઠિયા થેલો લઈ ફરાર 
  • સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયાઓને શોધવા તપાસનો ધમધમાટ 

પાનમસાલાની તલબ પણ ગજબ હોય છે, અમદાવાદના વાડજ વિસ્તારમાં રૂપિયા 27 લાખના દાગીના ભરેલી બેગ એક્ટિવામાં રેઢી મૂકી આંગડિયા પેઢીનો કર્મચારી પાન પાર્લર પર મસાલો ખાવા ગયો અને ગણતરીની મિનિટોમાં જ ગઠિયા એક્ટિવામાં રાખેલ થેલો લઈ ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે.

ગણતરીની મિનિટમાં લાખોના દાગીના ભરેલ બેગની ચોરી

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદના માણેકચોકમાં રહેતા દેવાભાઈ ઠાકોર છેલ્લા 12 વર્ષથી પટેલ અમૃતભાઈ કાંતિલાલ એન્ડ કુ. નામની આંગડિયા પેઢીમાં ડિલિવરી મેન તરીકે નોકરી કરી રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે તેઓ નવા વાડજ શ્રી રત્ન કોમ્પ્લેક્ષ ખાતેની પોતાની ઓફિસે આવ્યા હતા. જ્યા પાર્સલો લીધા બાદમાં પાર્સલો એક બેગમાં મૂકીને તેઓ આઠેક વાગ્યાના સમયગાળા દરમિયાન બેગ એકટીવામાં મૂકી સહકર્મચારી કનુભાઈ પ્રજાપતિ સાથે એક્ટીવા માણેકચોક ગયા હતા. આ દરમિયાન બાદમાં આંગડિયા પેઢીના કર્મચારી દેવાભાઈ ઠાકોરને પાન મસાલાની તલબ લાગતા તેઓ તેમની ઓફિસની સામેના સોનલ પાન પાર્લર પર એક્ટિવા ઉભુ રાખી દુકાને મસાલો લેવા ગયા હતા. આ વેળાએ બે અજાણ્યા બાઈક સવારોની નજરમાં થેલો ચડી જતા ગણતરીની મિનિટમા તો એક્ટિવાના આગળના ભાગે રાખેલી પાર્સલ ભરેલી બેગ લઈને આરોપી ભાગી છૂટયા હતા.


બેગમાં 27 લાખના સોનાના દાગીના હોવાનો દાવો
જોકે, દેવાભાઈ ઠાકોરે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા ગઠિયાઓનો પીછો કર્યો હતો, પરંતુ ગઠીયા ઝપટે ચડયા ન હતા. ઉલ્લેખનીય છે કે પાર્સલ ભરેલી બેગમાં રૂપિયા 27 લાખના સોનાના દાગીના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યા સીસીટીવી ફૂટેજ ચેક કરી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ